રાજકુમાર રાવ-પત્રલેખાએ દીકરીનું રાખ્યું બહુ મસ્ત નામ, શંભુનાથ સાથે છે ખાસ કનેક્શન; પહેલી તસવીર કરી શેર

રાજકુમાર રાવ-પત્રલેખાએ દીકરીનું રાખ્યું બહુ મસ્ત નામ, શંભુનાથ સાથે છે ખાસ કનેક્શન; પહેલી તસવીર કરી શેર

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

રાજકુમાર અને પત્રલેખાએ 2 મહિના પહેલાં દીકરીનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું. દીકરીનાં જન્મનાં બે મહિના પછી પહેલી તસવીર શેર કરી છે. આ સાથે નામનો પણ ખુલાસો કર્યો છે.

દીકરીનાં જન્મનાં બે મહિના પછી પહેલી તસવીર શેર કરી છે.
દીકરીનાં જન્મનાં બે મહિના પછી પહેલી તસવીર શેર કરી છે.

બોલિવૂડમાં જાણીતા કપલ રાજકુમાર રાવ અને એની પત્ની પત્રલેખાએ 2025માં લગ્ન કરીને ચોથી એનિવર્સરી પર દીકરીનું આ દુનિયામાં સ્વાગત કર્યું. દીકરીનાં આગમન પછી કપલનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું છે. હવે રાજકુમાર અને પત્રલેખાએ દીકરીનાં જન્મનાં બે મહિના પછી દીકરીની પહેલી ઝલક શેર કરી છે અને સાથે દીકરીનાં નામનું પણ એલાન કર્યું છે. રાજકુમાર રાવ અને પત્રલેખાએ એમની દીકરીનું નામ પાર્વતી પોલ રાવ રાખ્યું છે. ઇન્સ્ટા પર પોસ્ટ કરેલી તસવીરમાં પત્રલેખા અને રાજકુમાર રાવ એમની દીકરીનાં હાથ પકડતી એક તસવીર શેર કરી છે.

રાજકુમાર રાવ અને પત્રલેખાની પોસ્ટ

રાજકુમાર રાવ અને પત્રલેખાએ એક મસ્ત તસવીર શેર કરી છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે હાથ જોડીને અને દિલથી આશીર્વાદ, પાર્વતી પોલ રાવનો પરિચય કરાવીએ છીએ. કપલની આ પોસ્ટ પર યુઝર્સે જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યાં છે. લોકો દીકરીનાં નામનાં વખાણ કરી રહ્યાં છે. આમ, તમને જણાવી દઈએ કે પાર્વતીનો અર્થ શક્તિ, કૃપા અને ભક્તિ થાય છે જ્યારે પાર્વતી હિન્દુ ધર્મની એક પ્રમુખ દેવી અને ભગવાન શિવની પત્ની પણ છે. પોલ અને રાવ પત્રલેખા અને રાજકુમારની સરનેમ છે.

પત્રલેખા અને રાજકુમાર રાવની દીકરીનો જન્મ

રાજકુમાર રાવ અને પત્રલેખાએ નવેમ્બર 2025માં લગ્નની ચોથી એનિવર્સરી પર દીકરીનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું. કપલે એક જોઈન્ટ નિવેદન આપીને આ ખુશી વ્યક્ત કરી હતી. ગુડ ન્યૂઝ શેર કરતા લખ્યું હતું કે અમે બહુ ખુશ છીએ. ભગવાને અમને એક દીકરીના આશીર્વાદ આપ્યા છે. અમારી ચોથી એનિવર્સરી પર ભગવાનને આપેલાં સૌથી મોટાં આશીર્વાદ છે.

રાજકુમાર રાવ અને પત્રલેખાની લવ સ્ટોરી

રાજકુમાર રાવ અને પત્રલેખાની લવ સ્ટોરી બોલિવૂડની સૌથી ભાવુક પ્રેમ કહાનીમાંથી એક છે. આ બન્ને એકબીજાને છેલ્લાં એક દશકથી પણ વધારે સમયથી ઓળખે છે. રાજકુમાર રાવે પોતે જણાવ્યું હતું કે પત્રલેખાને પહેલીવાર એક જાહેરખબરમાં જોઈ હતી ત્યારે એવું લાગતું હતું કે આ એની જીવનસાથી છે. બન્નેની મુલાકાત 2014 ફિલ્મ સિટી લાઇટ્સનાં સેટ પરથી થઈ હતી. ત્યારબાદ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું અને પછી 15 નવેમ્બર 2021માં ચંડીગઢમાં લગ્ન કર્યાં.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *