Final Up to date:
વિજય દેવરકોંડાના લેટરહેડ પર આ લગ્નનં કાર્ડ છપાયું છે જે રેડિટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ કાર્ડમાં જણાવ્યા અનુસાર, કપલ 26 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે, જ્યારે બંને 4 માર્ચના રોજ હૈદરાબાદમાં ગ્રાન્ડ રિસેપ્શન હોસ્ટ કરશે.
નવી દિલ્હી: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. પહેલા એવા સમાચાર હતા કે 2 ફેબ્રુઆરીના રોજ ઉદયપુરમાં ગ્રાન્ડ વેડિંગ કરવા જઈ રહ્યા છે. જો કે આ સમાચાર ખોટા સાબિત થયા અને હવે મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે બંને 26 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે.હાલમાં સોશિયલ મીડિયા પર રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નનું કાર્ડ પણ વાયરલ થઈ રહ્યું છે. કપલના નજીકના લોકોમાંથી કોઈએ લગ્નનું કાર્ડ લીક કરી દીધું છે.
વિજય દેવરકોંડાના લેટરહેડ પર આ લગ્નનં કાર્ડ છપાયું છે જે રેડિટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ કાર્ડમાં જણાવ્યા અનુસાર, કપલ 26 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે, જ્યારે બંને 4 માર્ચના રોજ હૈદરાબાદમાં ગ્રાન્ડ રિસેપ્શન હોસ્ટ કરશે. જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ થયેલા વેડિંગ કાર્ડ અસલી હોવાની પુષ્ટિ નથી કરતું.
રેડિટ પર વાયરલ થઈ રહેલા આ કાર્ડ અનુસાર, રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા 26 ફેબ્રુઆરીના રોજ ઉદયપુરમાં શાહી લગ્ન કરવા જઈ રહ્યા છે. વળી કપલ લગ્ન બાદ 4 માર્ચના રોજ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પોતાના ખાસ મિત્રો માટે તાજમાં ગ્રાન્ડ રિસેપ્શન હોસ્ટ કરશે.
વિજય અને રશ્મિકાના કથિત લગ્નના કાર્ડમાં લખ્યું હતું. હું આપને એક ખાસ સમાચાર જણાવવા અને અમારી જિંદગીની આ મોટી ક્ષણમાં સામેલ થવા માટે આમંત્રિત કરુ છું. અમારા પરિવારના પ્રેમ અને આશીર્વાદ સાથે, રશ્મિકા અને હું 26.02.26ના રોજ એક નાના અને ખાનગી સમારંભમાં લગ્ન કરવા જઈ રહ્યા છીએ. જેવું અમે આ નવા સંબંધના નવી શરુઆતનો જશ્ન મનાવીશું અને યાદો બનાવીશું. એવું જ અમારા આ ખૂબ જ મહત્ત્વનું રહેશે કે અમારી સફરમાં સાથે રહેલા લોકો અમારી સાથે આ ખુશી વહેંચશે. આપની હાજરી અને આશીર્વાદ અમારા માટે આ અવસરને વધારે ખાસ બનાવી દેશે.
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નના સમાચાર ઘણા સમયથી છવાયેલા છે. કેટલાય રિપોર્ટ્સમાં દાવો કર્યો છે કે કપલ છેલ્લા કેટલાય વર્ષથી ડેટ કરી રહ્યા છે. બંનેને કેટલીય પબ્લિક ઈવેન્ટ્સમાં એક સાથે જોવા મળ્યા છે. તેમણે પોતાના સંબંધને ભલે સ્વીકાર ન કર્યો હોય પણ ઘણી વાર એક બીજાના વખાણ કરતા રહે છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કર્યો હતો કે રશ્મિકાએ ગત વર્ષે ઓક્ટોબરમાં એક પ્રાઈવેટ સેરેમનીમાં 7 વર્ષ મોટા વિજય દેવરકોંડા સાથે સગાઈ કરી લીધી હતી. ઉદયપુરમાં કપલના ગ્રાન્ડ લગ્નની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે.

