Final Up to date:
રણદીપ હુડ્ડા અને લિન લેશરામનાં ઘરે કિલકારી ગુંજી છે. પત્ની લિને દીકરીને જન્મ આપ્યો. ખાસ વાત તો એ છે કે દીકરીનો જન્મ તેનાં દાદાનાં બર્થડે પર થયો છે.
બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા અને ભારતીય મોડેલ, એક્ટ્રેસ અને બિઝનેસ વુમન લિન લેશરામ ફાઇનલી માતા-પિતા બની ગયા છે. કપલનાં ઘરે 10 માર્ચનાં રોજ કિલકારી ગૂંજી છે. લિને દીકરીને જન્મ આપ્યો છે. ખાસ વાતો તો એ છે કે દીકરીનો જન્મ તેનાં દાદાનાં બર્થડે પર થયો છે. આ સમાચાર સાંભળતા જ ઘરનાં લોકો ખુશ થઇ ગયા છે. પોસ્ટમાં એક્ટરે ન્યૂ બોર્નની ઝલક બતાવી છે.
રણદીપ હુડ્ડાએ 10 માર્ચ 2026 નાં રોજ લગભગ 4 વાગ્યાની આસપાસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે, જેમાં દીકરીની પહેલી ઝલક દેખાડી છે. આ સાથે મસ્ત કેપ્શન પણ લખ્યું છે. તસવીરમાં રણદીપે તેની દીકરીનાં હાથની બ્લેક એન્ડ વ્હાઇટ ઝલક બતાવી છે. બીજા સેલેબ્સની જેમ રણદીપે પણ તેની દીકરીનો ફેસ રિવીલ કર્યો નથી.
આ ફોટોઝ શેર કરતા રણદીપે પિતા અને દીકરી એમ બન્નેને બર્થડે વિશ કરી છે. આ સાથે પત્ની લિનને ધન્યવાદ પાઠવ્યા છે. એક્ટરે તસવીરોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે- ‘દાદા અને પૌત્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. આજે હું પિતા બની ગયો છું, લિન, મને પિતા બનાવવા અને અમારી સુંદર દીકરીને આ દુનિયામાં લાવવા બદલ ખૂબ ખૂબ આભાર.’ આમ, આ ગુડ ન્યૂઝ આપતાં જ સેલિબ્રિટિએ પણ કોમેન્ટમાં અભિનંદન પાઠવ્યા છે. આ સાથે ફેન્સ ખુશ થઇ ગયા છે.
9 માર્ચે ફોટોશૂટની તસવીર કરી હતી શેર
ઉલ્લેખનીય છે કે 9 માર્ચનાં રોજ એક્ટરે પત્ની સાથે ફોટોશૂટ કરાવ્યું તેની તસવીર શેર કરી હતી. ફોટોશૂટમાં કપલની વચ્ચે ગજબનું બોન્ડિંગ જોવા મળ્યું હતુ. આ ફોટોશૂટ એકદમ સાદગીભર્યું કરાવ્યું હતુ. જો કે આ ફોટોશૂટ જોઇને ફેન્સ ખુશ થઇ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે રણદીપ અને લિને 2023 માં એક ખાનગી મણિપુરી સમારોહમાં લગ્ન કર્યા હતા. કામની વાત કરવામાં આવે તો રણદીપ હુડ્ડા છેલ્લે જાટમાં જોવા મળ્યો હતો જેમાં સની દેઓલ પણ હતો. જો કે આ ફિલ્મની સિક્વલ પર કામ ચાલી રહ્યું છે જેની સાથે ગોપીચંદ માલિનેની નિર્દેશકના રૂપમાં વાપસી કરી રહ્યાં છે, જ્યારે નવીન યેરનેની, રવિ શંકર વાઇ અને ટીજી વિશ્વ પ્રસાદ નિર્માતા છે. જો કે આ મુવીને લઈને ફેન્સમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. રણદીપ હુડ્ડા કરતા લિન 10 વર્ષ નાની છે. લિન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. આ સાથે મોડલિંગની દુનિયામાં પણ એક મોટું નામ છે.
Mumbai,Maharashtra

