યુવાનો તૈયાર થઈ જાવ! 14 માર્ચે અહીં યોજાશે ભરતી મેળો. જાણો કયા દસ્તાવેજો સાથે લાવવા?

યુવાનો તૈયાર થઈ જાવ! 14 માર્ચે અહીં યોજાશે ભરતી મેળો. જાણો કયા દસ્તાવેજો સાથે લાવવા?

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

મહેસાણા જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તક પૂરી પાડવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી 14 માર્ચ 2026ના રોજ એક વિશાળ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટી કેમ્પસમાં સવારે 9:30 કલાકે યોજાનારા આ મેળામાં આઈ.ટી.આઈ.થી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે.

જિલ્લામાં રોજગાર ભરતી મેળો
જિલ્લામાં રોજગાર ભરતી મેળો

મહેસાણા: મહેસાણા જિલ્લામાં રોજગારવાંચ્છુ યુવાઓને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે વિશાળ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો 14 માર્ચ 2026 ના રોજ સવારે 9:30 કલાકે ગોઝારિયા હાઇવે પર આવેલી ગણપત યુનિવર્સિટી કેમ્પસમાં યોજાશે.

મહેસાણા રોજગાર અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં વધતા રોજગારના અવસરને ધ્યાનમાં રાખીને આ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રની વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા આ ભરતીમેળામાં ભાગ લેવામાં આવશે અને તેઓ પોતાની સંસ્થામાં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોની સીધી પસંદગી કરશે. આ આયોજનનો મુખ્ય હેતુ યુવાનોને એક જ સ્થળે અનેક કંપનીઓ સાથે સીધી મુલાકાત કરવાની તક આપવાનો છે જેથી તેમને રોજગારી મેળવવામાં સરળતા રહે.

આ ભરતીમેળામાં આઈ.ટી.આઈ., ડિપ્લોમા, ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. વિવિધ ક્ષેત્રોની કંપનીઓ દ્વારા મેન્યુફેક્ચરિંગ, ટેકનિકલ, માર્કેટિંગ, એડમિનિસ્ટ્રેશન, સેલ્સ અને સર્વિસ જેવા વિભાગોમાં ભરતી કરવામાં આવશે. જેના કારણે અલગ-અલગ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવતા યુવાઓને પોતાના રસ અને લાયકાત મુજબ નોકરી મેળવવાની તક મળશે.

જિલ્લા રોજગાર કચેરી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઉમેદવારોને ભરતીમેળામાં હાજર રહેતી વખતે જરૂરી દસ્તાવેજો સાથે લાવવાના રહેશે. તેમાં શૈક્ષણિક લાયકાતની માર્કશીટની નકલ, પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ તથા પોતાનો બાયોડેટા સાથે રાખવો ફરજિયાત રહેશે. કેટલીક કંપનીઓ ઉમેદવારની લાયકાત અને અનુભવોના આધારે સ્થળ પર જ ઇન્ટરવ્યૂ લઈને પ્રાથમિક પસંદગી પણ કરી શકે છે.

આ પણ વાંચો: ઓક્ટોબર 2026 સુધી પ્લુટો અને શનિની વક્રી ચાલ, શું વિશ્વએ ‘સાયબર વોર’ કે નવા પેન્ડેમિક માટે તૈયાર રહેવું પડશે?

આ પ્રકારના રોજગાર ભરતીમેળા દ્વારા યુવાનો અને ઉદ્યોગો વચ્ચે સીધું જોડાણ રચાય છે. ઘણી વખત કંપનીઓને યોગ્ય કર્મચારીઓ શોધવામાં મુશ્કેલી પડતી હોય છે અને બીજી તરફ યુવાનોને યોગ્ય નોકરી વિશે માહિતી મળતી નથી. ભરતીમેળો બંને વચ્ચેનો આ અંતર દૂર કરવા માટે મહત્વપૂર્ણ માધ્યમ તરીકે સાબિત થાય છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા અગાઉ પણ આવા રોજગાર ભરતીમેળા યોજવામાં આવ્યા છે જેમાં અનેક યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી મેળવવાની તક મળી હતી. આ વખતે પણ મોટી સંખ્યામાં કંપનીઓ જોડાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે મહેસાણા તેમજ આસપાસના વિસ્તારોના યુવાઓ માટે આ ભરતીમેળો મહત્વપૂર્ણ બની રહેશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *