યુવાનોની એ આદતો, જેના કારણે સ્પર્મ ક્વોલિટી ખરાબ થાય છે, યોગ્ય સમયે જાગૃત થવું જરૂરી

યુવાનોની એ આદતો, જેના કારણે સ્પર્મ ક્વોલિટી ખરાબ થાય છે, યોગ્ય સમયે જાગૃત થવું જરૂરી

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

અનહેલ્થી લાઇફ સ્ટાઇલને કારણે પુરુષોની સ્પર્મ ક્વોલિટી પર ગંભીર અસર પડતી હોય છે. આ આદતોને સમય રહેતા ગંભીરતાથી લેવામાં આવે તો ભવિષ્યમાં ક્યારેય કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. જાણો આ કઈ આદતો છે તેને લઈને સંપૂર્ણ માહિતી.

આ આદતોથી સ્પર્મ ક્વોલિટી થશે ખરાબ
આ આદતોથી સ્પર્મ ક્વોલિટી થશે ખરાબ

આજની ભાગદોડ વાળી જિંદગીમાં ખાસ કરીને આપણા સ્વાસ્થ્ય પર વધારે અસર થતી હોય છે. જેમાં ખાસ કરીને પુરુષોની લાઇફસ્ટાઇલમાં સીધો સ્પર્મ ક્વોલિટી પર તેની અસર થતી હોય છે. હેલ્થી સ્પર્મ ક્વોલિટી પુરુષોની રિપ્રોડક્ટિવ હેલ્થ માટે જરૂરી છે. સારી સ્પર્મ ક્વોલિટીનો મતલબ છે પર્યાપ્ત સંખ્યા, યોગ્ય આકાર અને યોગ્ય મૂવમેન્ટ જેનાથી ગર્ભધારણની સંભાવના વધે. જો સ્પર્મ યોગ્ય ન હોય તો ગર્ભધારણમાં મુશ્કેલી બનતી હોય છે. આ સિવાય સ્પર્મ ક્વોલિટી હોર્મોનલ અસંતુલન, થાકને કારણે માનસિક તણાવના સંકેત પણ હોઈ શકે. આજકાલ ખોટું ખાવા-પીવાનું, વધતો તણાવ અને અનિયમિત દિનચર્યા શરીરની અંદર ઘણા બદલાવ લાવે છે જે શરીરની અંદર ધીરે ધીરે રિપ્રોડક્ટિવ હેલ્થને પ્રભાવિત કરે છે.

આ બધી વસ્તુઓની સાથે સ્પર્મ હેલ્થ પર ધ્યાન રાખવું જરૂરી છે. જેમાં યોગ્ય જાણકારી અને જાગૃતતાથી આ સમસ્યાને સમય રહેતા સમય પહેલા સંભાળી શકાય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે પુરુષોની એ ખરાબ આદતો વિશે જેના કારણે સ્પર્મ ક્વોલિટી પર અસર થતી હોય છે.

ડોક્ટરોના જણાવ્યા મુજબ આપણી અનહેલ્થી લાઇફ સ્ટાઇલને કારણે સ્પર્મ ક્વોલિટી ધીરે ધીરે ખરાબ થાય છે. સ્મોકિંગ, દારૂનું સેવન અને સ્પર્મ કાઉન્ટલ અને તેની એક્ટિવિટીને ઓછી કરી શકે છે. લાંબા સમય સુધી મોબાઈલ કે લેપટોપને ખોળામાં મૂકવું પણ નુકસાનદાયક માનવામાં આવે છે. વધારે તણાવ લેવાથી હોર્મોનલ બેલેન્સ બગડી શકે છે. જેના કારણે સ્પર્મ પ્રોડક્શન પર અસર થાય છે.

ઊંઘ પૂરી ન લેવી અને મોડી રાત સુધી જાગવાથી રિપ્રોડક્ટિવ હેલ્થ પર અસર કરે છે. આ સિવાય જંક ફૂડ અને પોષણના અભાવને કારણે શરીરને જરૂરી પોષક તત્વો નથી મળી રહેતા. આ ઉપરાંત શારીરિક એક્ટિવિટીનો અભાવ પણ સ્પર્મ હેલ્થને નુકસાન પહોંચાડે છે. આ આદતો ધીરે ધીરે ગંભીર સમસ્યાનું રૂપ ધારણ કરે છે.

સ્પર્મ ક્વોલિટીને સુધારવા માટે લાઇફસ્ટાઇલમાં બદલાવ લાવવો જરૂરી છે. જેમાં સૌથી મહત્વનું સંતુલિત ડાયટ પ્લાન તૈયાર કરવો જોઈએ. સંતુલિત ડાયટમાં ફળ, શાકભાજી અને પ્રોટીન શામેલ છે. રોજ હળવી એક્સરસાઇઝ કરવી જરૂરી છે. પૂરતી ઊંઘ અને ઓછો તણાવ લેવાનો પ્રયાસ કરો. પાણી ભરપૂર પ્રમાણમાં પીઓ અને નશાની આદતોથી દૂર રહો. જરૂર પડે ત્યારે ડોક્ટરની સલાહ તમે લઈ શકો છો.

સ્પર્મ હેલ્થને સારી બનાવી રાખવા માટે નિયમિત હેલ્થ ચેકઅપ કરાવતા રહેવું પણ જરૂરી છે. વજનને કંટ્રોલમાં રાખો અને શરીરને જરૂર કરતા વધારે ગરમીથી બચાવીને રાખવું જરૂરી છે. ટાઈટ કપડા પહેરવાથી બચો અને દિનચર્યાને યોગ્ય બનાવી ખુબ જરૂરી છે.

Disclaimer

(અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *