આ ભરતી મેળામાં સર્જન ઇન્ડસ્ટ્રિઝ (અઘાર), છુઆ સોલ્યુશન પ્રા. લિ. (પાટણ), લાઇફ સર્જિકલ હેલ્થકેર (રાજપુર, પાટણ) તેમજ ટોયોટા તસુશો (વિઠલાપુર) જેવી જાણીતી અને પ્રતિષ્ઠિત કંપનીઓ ભાગ લેશે. આ કંપનીઓ તેમની સંસ્થામાં ખાલી રહેલી વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરશે. જેમાં મશીન ઓપરેટર, ફિટર, ઓપરેટર, ટ્રેઈની, એકાઉન્ટ અને મેન્યુફેક્ચરિંગ વિભાગ સહિતની વિવિધ પોસ્ટ માટે સ્થળ પર જ ઇન્ટરવ્યુ લેવામાં આવશે.

