મોરબીમાં અસામાજિક તત્વોએ તમામ હદ વટાવી દીધી. બેફામ બનેલા લુખ્ખા તત્વોએ રહેણાંક વિસ્તારમાં ઊધમ મચાવ્યો. અસામાજિક તત્વોની ટોળકીએ શહેરમાં 15થી વધુ કારના કાચ તોડી નાખ્યા. જેના CCTV સામે આવ્યા છે. અસામાજિક તત્વોએ કન્યા છાત્રાલય રોડ, મૂનનગર ચોક વિસ્તારમાં આતંક મચાવ્યો. રસ્તા પર પાર્ક કરેલા વાહનોમાં ભારે તોડફોડ કરી. બાઇક પર આવી હાથમાં ધોકા લઈ કાચ તોડતા આવારા તત્વો CCTVમાં નજરે પડ્યા. જોકે હજી સુધી એક પણ કાર ચાલકે આ બાબતે ફરિયાદ નથી નોંધાવી. જોકે શહેરમાં તોફાની તત્વોએ મચાવેલા આ આતંકને લઈ લોકોમાં ભારે રોષ છે. સાથે જ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠ્યા છે.
Source link
