મિત્રો જ અભિલાષના દુશ્મનો બન્યા, આ વખતે સ્ટોરીમાં ગજબનો ટ્વિસ્ટ, જુઓ એસ્પિરન્ટ્સ 3નું ટ્રેલર

મિત્રો જ અભિલાષના દુશ્મનો બન્યા, આ વખતે સ્ટોરીમાં ગજબનો ટ્વિસ્ટ, જુઓ એસ્પિરન્ટ્સ 3નું ટ્રેલર

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ટીવીએફ ક્રિએશનની મોસ્ટ પોપ્યુલર સિરીઝ એસ્પિરન્ટ 3નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ વખતે સિરીઝમાં એક નવી સ્ટોરી તમને જોવા મળશે. 13 માર્ચે આ સિરીઝને તમે એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ કરી શકશો.

Image: Youtube@Prime Video India And The Viral Fever
Picture: Youtube@Prime Video India And The Viral Fever

ટીવીએફ પ્રોડક્શનની સૌથી પોપ્યુલર સિરીઝ એસ્પિરન્ટની સિઝન 3 હવે જલ્દી આવી રહી છે. દર્શકો છેલ્લા કેટલાય સમયથી આ સિરીઝની રાહ જોઈ રહ્યા હતા. ડાયરેક્ટર દીપેશ સુમિત્રા જગદીશે બનાવેલી આ વેબસિરીઝનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. જેમાં સિરીઝની અંદર નવીન કસ્તૂરિયા, શિવાંકિત સિંહ પરિહાર, અભિલાષ થપલિયાલ, સની હિંદુજા, નમિતા દુબે અને તેંગલ સેલી પોતાના જૂના રોલ સાથે પરત ફર્યા છે.

જોકે આ વખતે ત્રીજા ભાગમાં જતિન ગોસ્વામીની એન્ટ્રી થઈ છે. ત્રીજી સિઝનમાં એસ્પિરન્ટની સ્ટોરી એક નવા એંગલ પર પહોંચી છે. જ્યાં જૂની સ્ટોરી અને નવી સ્ટોરીને ફરી આ વખતે પણ ભેગી કરીને દર્શાવવામાં આવી છે. સાથે જ મિત્રતા શત્રુતામાં બદલાતી જોવા મળી છે. પ્રેમ અને મિત્રતાથી બનેલા શોમાં એક તરફ સંદીપ ભૈયા અને બીજી તરફ અભિલાષ શર્મા જોવા મળશે. સંદીપ દ્વારા અભિલાષ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. બીજી તરફ અભિલાષનો સામનો ડીએમ પવન કુમાર સાથે થાય છે.

પવન કુમારની સ્ટોરીનો એંગલ આ વખતે નવો છે. જેમાં યુપીએસસીની તૈયારી કરતા સમયે અભિલાષે તેને નીચો દાખવ્યો હતો. ટ્રેલર જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે આ વખતે સિરીઝમાં કંઈક નવું જોવા મળશે. ઓટીટી લવર્સ છેલ્લા કેટલાય સમયથી આ સિરીઝની રાહ જોઈ રહ્યા હતા. જોકે હવે આગામી 13 માર્ચે આ સિરીઝ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે જેને તમે સ્ટ્રીમ કરી શકશો.

આ સિરીઝના લીડ એક્ટર નવીન કસ્તૂરિયાએ જણાવ્યું કે એસ્પિરન્ટ મારા માટે ઘણો ખાસ શો રહ્યો હતો. કારણ કે દર્શકોએ માત્ર તેને સ્ક્રીન પર નથી જોયો પણ પોતાને પણ આગળ વધતા અનુભવ્યો છે. ત્રીજી સિઝનમાં અમે તે એવી સ્થિતિમાં જોવા મળશે જ્યાં પોતાના જ લોકો તેની વિરુદ્ધમાં ઊભા છે. આ સિઝનમાં સફળતા મળ્યા બાદ જીવનમાં જે પડકારો સામે આવે છે તેને લઈને ઊંડાણપૂર્વક મનોરંજન દર્શાવવામાં આવ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *