મિત્રોને ઓઈલની કમી નહીં થવા દઈએ: સંકટની વચ્ચે પુતિનનો ક્લિયર મેસેજ, સપ્લાય અટકશે નહીં

મિત્રોને ઓઈલની કમી નહીં થવા દઈએ: સંકટની વચ્ચે પુતિનનો ક્લિયર મેસેજ, સપ્લાય અટકશે નહીં

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે બ્રેંટ ક્રૂડની કિંમત 120 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગઈ છે. આવા સમયે પુતિનનો આ વિશ્વાસ ભારત માટે કોઈ સંજીવનીથી કમ નથી.

News18
News18

મોસ્કો/નવી દિલ્હી: ઈરાન યુદ્ધના કારણે જ્યારથી દુનિયામાં ઓઈલ-ગેસનું સંકટ ઊભું થયું છે, ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. પુતિને સોમવારે સ્પષ્ટ કરી દીધું કે રશિયા પોતાના વિશ્વાસુ પાર્ટનર દેશોને એનર્જી સપ્લાઈ ચાલુ રાખશે. એટલે કે પુતિને સ્પષ્ટ કરી દીધું કે રશિયા પોતાના મિત્ર દેશોને ઓઈલ અને ગેસની સપ્લાઈ કરતું રહેશે. પુતિનનો આ ઈશારો ડાયરેક્ટ ભારત જેવા એ મિત્ર દેશો તરફ છે, જે વૈશ્વિક પ્રેશર છતાં રશિયા સાથે વેપાર સંબંધ બનાવી રાખ્યા છે.

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે બ્રેંટ ક્રૂડની કિંમત 120 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગઈ છે. આવા સમયે પુતિનનો આ વિશ્વાસ ભારત માટે કોઈ સંજીવનીથી કમ નથી. પુતિને કહ્યું કે, અમે એ દેશોને ઊર્જા સંસાધનોની સપ્લાઈ ચાલુ રાખીશું જે વિશ્વસનીય ભાગીદાર છે. રશિયન કંપનીઓને વર્તમાન સ્થિતિનો લાભ ઉઠાવવાની જરૂર છે. ભારત પોતાની તેલ જરૂરિયાતનો એક મોટો ભાગ રશિયા પાસેથી વાજબી દરે ખરીદી રહ્યું છે. પુતિનના આ નિવેદનથી સ્પષ્ટ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ છતાં રશિયા, ભારતને તેલની કમી નહીં થવા દે.

નવા રસ્તા અને નફાવાળી બજારો પર નજર

પુતિને સ્વીકાર કર્યો કે તેલની ડિલીવરી માટે લોજિસ્ટિક્સ બદલવા પડશે. તેમણે કહ્યું કે, તેમાં સમય અને પૈસા જરૂર લાગશે, પણ રશિયા હવે એ બજારો તરફ વળશે જે વધારે લાભદાયક અને સ્થિર છે. નિષ્ણાતોનું માનવું છે કે રશિયા હવે પશ્ચિમી દેશોની જગ્યાએ એશિયન બજાર, ખાસ કરીને ભારત અને ચીન પર પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

યુરોપ માટે ખુલ્લા રાખ્યા દરવાજા

રસપ્રદ વાત એ છે કે પુતિને યુરોપને પણ એક મોકો આપવાની વાત કહી છે. તેમણે કહ્યું કે, જો યુરોપીય ખરીદદાર કોઈ પણ રાજકીય પ્રેશર વિના અમારી સાથે દીર્ઘકાલીન અને સ્થિર સહયોગ કરવા માગે છે તો અમે તેના માટે તૈયાર છીએ. અમને ક્યારેય ના નથી પાડી. જો કે તેમણે શરત રાખી છે કે તેના માટે યુરોપને સ્થિરતાની ગેરેન્ટી આપવી પડશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે હંગેરીના પ્રધાનમંત્રી વિક્ટર ઓર્બને યુરોપીય સંઘને અપીલ કરી છે કે મિડલ ઈસ્ટ યુદ્ધના કારણે વધતી કિંમતો રોકવા માટે રશિયન ઓઈલ અને ગેસ પર લાગેલા પ્રતિબંધો હટાવી દેવામાં આવે.

1970 બાદ સૌથી મોટું ઊર્જા સંકટ

નિષ્ણાંત અનુસાર, ખાડી દેશોમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ દ્વારા એક બીજા પર ઓઈલના સ્ટ્રક્ચર પર ટાર્ગેટ બનાવવાના કારણે દુનિયા 1970ના દાયકા બાદ સૌથી મોટા સપ્લાઈ શોકનો સામનો કરી રહી છે. પુતિને ચેતવણી આપી છે કે હોર્મુઝ સ્ટ્રેટ સાથે જોડાયેલ તેલ ઉત્પાદન આગામી મહિના સુધી સંપૂર્ણપણે ઠપ થઈ શકે છે. આવા કપરા સમયમાં પુતિનનું ભારત જેવા વિશ્વાસુ દોસ્તો સાથે ઊભા રહેવાનું વચન ન ફક્ત કૂટનીતિક રીતે મહત્વનું છે, પણ ભારતીય અર્થવ્યવસ્થાને મોંઘવારીના ઝટકાથી બચાવવામાં પણ મદદગાર સાબિત થઈ શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *