Final Up to date:
મહાશિવરાત્રીનો મેળો નડિયાદ અને મહારાષ્ટ્રના ટેટુ આર્ટિસ્ટ માટે રોજગારીનું સ્રોત બની રહ્યો છે. મશીન દ્વારા ઝડપથી ટેટુ બનાવવા ઉપરાંત લોકો ખાસ જુદા જુદા આકર્ષણમાં રસ લેતા હોવાનો ઉલ્લેખ થયો છે. આ મેળો શ્રદ્ધાળુઓ માટે ભોજન અને ભજનથી છલકાઈ રહ્યો છે.
જૂનાગઢ : મહાશિવરાત્રીનો મેળો રોજગારીનું પણ માધ્યમ બન્યો છે. આ મેળામાં નડિયાદ જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્રથી પણ ટેટુ આર્ટિસ્ટ આવ્યા છે, જે ભાવિકોને કલાત્મક ટેટુઓ કંડારી આપે છે. નડિયાદના મીનાવાળાના એક ટેટુ આર્ટિસ્ટ વિજય ભાઈએ જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને હર હર મહાદેવ, ૐ, જય માતાજી વગેરે હેન્ડ રાઇટિંગ ઉપરાંત જુદી જુદી કલાત્મક ડિઝાઇન વગેરે બનાવી આપીએ છીએ. મશીન દ્વારા બનાવવામાં આવતું આ ટેટુઓ ગણતરીની મિનિટોમાં તૈયાર થઈ જાય છે. નડિયાદ જિલ્લામાંથી આવેલા ટેટુ આર્ટિસ્ટને મહાશિવરાત્રીનો મેળો એ રીતે ફળ્યો છે કે તેઓ રૂ. 20 થી 2000 સુધીના ટેટૂ બનાવી આપે છે. મેળામાં પધારતા ભાવિકો પણ હોંશે હોંશે કલાત્મક ટેટુઓ બનાવડાવે છે.
મહાશિવરાત્રીના મેળામાં ડાકોરથી આવેલા અન્ય એક ટેટુ આર્ટિસ્ટે જણાવ્યું કે, રૂ. 20 થી શરૂ કરીને રૂ. 2000 સુધીનું ટેટુ બનાવી આપીએ છીએ. વધુમાં એમ પણ કહ્યું કે, મહાશિવરાત્રીના મેળામાં સારી એવી રોજગારી પણ મળી રહે છે. ઉલ્લેખનીય છે કે, મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોના હૈયે અનેરો ઉત્સાહ હોય છે, ત્યારે ખાસ જુદા જુદા આકર્ષણમાં ભાવિકો પોતાની શ્રદ્ધા અને પસંદગી મુજબના કલાત્મક ટેટુઓ હોંશે હોંશે બનાવડાવતા હોય છે.
જૂનાગઢ ખાતે મહાશિવરાત્રિના મેળામાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી લોકો પહોંચી રહ્યા છે. તમામ લોકોને ભોજન મળી રહે તે માટે ઠેર ઠેર ભંડારા ખુલી ગયા છે. ભવનાથની તળેટીમાં લોકોને ભોજન કરાવવા માટે અનેક લોકો મફતમાં સેવા આપી રહ્યા છે. ભવનાથ ખાતે શ્રી આઈ ખોડીયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ પણ શ્રદ્ધાળુઓને ભોજનની સેવા આપી રહ્યું છે. આ માટે તેણે કલાકની પાંચ હજાર રોટલી બનાવતું મશીન મૂક્યું છે, જેનાથી વધુમાં વધુ શ્રદ્ધાળુ ભોજનનો લાભ લઈ શકે.
જૂનાગઢમાં ગિરનાર તળેટીમાં આયોજિત ભવનાથનો મેળો મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સાથે ભક્તોના અપાર ઘોડાપૂરથી છલકાઈ ગયો છે. અલખના નાથ તરીકે ઓળખાતા આ મેળાનું જૂનાગઢમાં વિશેષ મહત્વ છે અને આ વર્ષે તેમાં ઉમટી પડેલા યુવાનોની સંખ્યાએ સાધુ-સંતોમાં હર્ષ અને પ્રેરણાનો સંચાર કર્યો છે. આ મેળો જીવને શિવની નજીક લાવનારો, સંસારીઓ અને સંન્યાસીઓ બંનેને એક મંચ પર લાવનારો આધ્યાત્મિક મહોત્સવ છે.
Junagadh,Gujarat
Feb 14, 2026 11:38 PM IST

