Final Up to date:
ટી20 વર્લ્ડ કપ મેચમાં ભારતના હાથે મળેલી હાર ન ફક્ત ક્રિકેટ પ્રેમીઓનું દિલ તોડ્યું છે, પણ સરકારમાં પણ એક મોટી તિરાડ પાડી દીધી છે.
ઈસ્લામાબાદ: ભારત સામે પાકિસ્તાન હારી જતાં હવે ત્યાં હોબાળો થઈ ગયો છે. જે ખેલાડીઓને માથે લઈને પાકિસ્તાનીઓ ફરી રહ્યા હતા, હવે તેમના માથે માછલાં ધોવાઈ રહ્યા છે. પણ સૌથી મોટો બખેડો તો સરકારમાં મચેલો છે. સૂત્રોનું કહેવું છે કે મેચમાં હારથી પાકિસ્તાની આર્મી ચીફનું માથું ગરમ થઈ ગયું છે. પીસીબી ચીફ મોહસિન નકવી સાથે તેમને વાંકું પડ્યું છે.
ટી20 વર્લ્ડ કપ મેચમાં ભારતના હાથે મળેલી હાર ન ફક્ત ક્રિકેટ પ્રેમીઓનું દિલ તોડ્યું છે, પણ સરકારમાં પણ એક મોટી તિરાડ પાડી દીધી છે. જે શરૂઆતમાં ખાલી એક રમતમાં હાર લાગી રહી હતી, તે હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવી અને સેના પ્રમુખ ફીલ્ડ માર્શલ અસીમ મુનીરની વચ્ચે એક વિવાદમાં બદલાઈ ગઈ છે.
આ વિવાદ ખાલી ભારત સામે મળેલી શરમજનક હારનો નથી. અસલી આગ મોહસિન નકવીના એ નિવેદનથી લાગી છે, જે તેમણે મેચ પહેલા એક પીએસએલ પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું હતું. નકવીએ આઈસીસીની ધમકી પર આક્રમક તેવર અપનાવ્યા અને ડાયરેક્ટ જનરલ મુનીરનું નામ ઢસડી લીધું. તેમણે ઘોષણા કરી દીધી હતી કે તેઓ કે તેમની પાકિસ્તાન સરકાર ડરતી નથી, આગળ તેમણે ફીલ્ડ માર્શલ સૈયદ આસિમ મુનીર તો ક્યારેય નથી ડરતા તેવું કહી દીધું હતું.
રાવલપિંડીમાં નકવીનું આ નિવેદન જરા પણ પસંદ ન કરાયું. સેનાના નજીકના સૂત્રોનું કહેવું છે કે મુનીર આ વાતથી નારાજ છે કે તેમને એવા કિસ્સામાં લઈ આવ્યા છે જે સંપૂર્ણપણે ક્રિકેટ અને પ્રશાસનિક હતો. પાકિસ્તાનની રાજનીતિક સંરચનામાં સેના પ્રમુખનું નામ પરવાનગી વગર લેવું ઓવર રીચ એટલે કે અધિકારોનું ઉલ્લંઘન માનવામાં આવી રહ્યું છે.
ભારત વિરુદ્ધ હારે આ સ્થિતિને વધારે ગંભીર બનાવી દીધી. પાકિસ્તાની આર્મી, ત્યાંની જનતા અને ત્યાંના નેતાઓ માટે ભારત વિરુદ્ધ ક્રિકેટ ખાલી એક રમત નથી, પણ પ્રતિષ્ઠાનો જંગ છે. તેમાં હારનો મતલબ જંગ હારવાનો છે. મુનીરે પ્રધાનમંત્રી શહબાઝ શરીફના આર્મી સેક્રેટરીના માધ્યમથી પોતાની ઊંડી ચિંતાઓ વ્યક્ત કરી છે, જેમાં ટીમની તૈયારીથી લઈને નકવીના ભડકાઉ નિવેદનોની મિસહેન્ડલિંગનો ઉલ્લેખ છે.
દિગ્ગજ બોલર શોએબ અખ્તરે પણ મોહસિન નકવી પર પ્રહાર કરતા તેમને અક્ષમ અને જાહિલ કહી દીધું હતું. તેમણે કહ્યું કે, હવે એક એવો માણસ જેને કંઈ ખબર નથી, પીસીબીનો અધ્યક્ષ બની ગયો છે. દુનિયાનો સૌથી મોટો ગુનો કોઈ અક્ષમ અને જાહિલ વ્યક્તિને મોટું કામ આપવાનો છે.
હવે ઈસ્લામાબાદમાં નકવીના ભવિષ્યને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. સરકારી વિભાગોમાં ચર્ચા છે કે પ્રધાનમંત્રી શરીફ સેનાની નારાજગીને જોતા પીસીબીમાં બદલાવ પર વિચાર કરી શકે છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદનની પુષ્ટિ થઈ નથી.

