Final Up to date:
ઈરાનમાં યુદ્ધ શરૂ થયા બાદ પાકિસ્તાન હવે ફફડી ઉઠ્યું છે. ભારત અને ઈઝરાયલ વચ્ચેના સારા સંબંધો હવે તેને આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છે. ત્યારે જાણો આ મામલે પાકિસ્તાનના વડાપ્રધાને શું કહ્યું.
નવી દિલ્હી: ઈરાનમાં એક તરફ યુદ્ધ ચાલી રહ્યું છે અને બીજી તરફ પાકિસ્તાન હવે ફફડી ઉઠ્યું છે. જે પાકિસ્તાન અત્યાર સુધી અમેરિકાના ગુણગાન ગાતું હતું અને ટ્રમ્પને સલામી આપતું હતું તે હવે ભયની સ્થિતિમાં આવી ગયું છે. એવું નથી કે પાકિસ્તાનને ઈરાન પ્રત્યે કોઈ દયાભાવના હોય. ગત વર્ષે 12 દિવસના યુદ્ધમાં પાકિસ્તાનના મુખમાંથી ઈરાનને લઈને કશું ન નીકળ્યું. આસિમ મુનીર તે સમયે વ્હાઈટ હાઉસમાં બેસીને બિરયાનીની મોજ માણી રહ્યો હતો. તો પછી હાલ કેમ પાકિસ્તાન ઈરાનની ચિંતા કરી રહ્યું છે.
યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે ઈરાન સમજૂતી કરવા માટે તૈયાર હતું પરંતુ તેના પર યુદ્ધ થોપવામાં આવ્યું. આ યુદ્ધની યોજના જાયોનિસ્ટો એટલે કે યહૂદીઓના હકમાં લડવા માટે બનાવવામાં આવી. જે પાકિસ્તાન જૂનમાં ઈરાન પર જ્યારે બોમ્બમારો થયો ત્યારે કશું ન બોલ્યું અને ગાઝા સ્ટેબિલાઈઝેશન ફોર્સનો ભાગ બનવા પણ તૈયાર હતું તે શું નેતન્યાહૂથી ડરી રહ્યું છે? આ ડર ખરેખરમાં ઈઝરાયલનો નથી પણ ઈઝરાયલ અને ભારતની એ મિત્રતાનો છે જે દુનિયા જોઈ રહી છે.
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે “ઈરાનમાં જે પણ થઈ રહ્યું છે તે એક સમજી વિચારીને કરવામાં આવતી યોજના છે. આનો ખરો ઉદ્દેશ્ય ઈઝરાયલનો પ્રભાવ પાકિસ્તાનની સીમા સુધી પહોંચાડવાનો છે. આસિફે આને પાકિસ્તાન સામે મોટું ષડયંત્ર જણાવ્યું અને કહ્યું કે દરેક પાકિસ્તાનીઓને આને સમજવાની જરૂર છે.” તેમણે એવું પણ કહ્યું કે “પાકિસ્તાનની સીમાઓને અસુરક્ષિત બનાવી દેવામાં આવશે અને દેશ એક ગુલામ રાજ્ય બને તેવી પણ સંભાવના છે.” સમગ્ર મામલે આસિફે જાયોનિઝમ એટલે કે યહૂદીવાદને માણસાઈ મોટો ખતરો જણાવ્યો.
આ બધા વચ્ચે પાકિસ્તાનના રક્ષા મંત્રીએ પરમાણુ બોમ્બનું પણ નામ લીધું. ખ્વાજા આસિફે દેશના ન્યૂક્લિયર ડિટરન્સના વખાણ કર્યા અને પરમાણુ પરીક્ષણને મંજૂરી આપવા વાળા પહેલા વડાપ્રધાનના પણ વખાણ કર્યા. જોકે તેમના ડરનું મુખ્ય બિંદુ ભારત અને ઈઝરાયલ વચ્ચે વધતી મિત્રતા છે. વડાપ્રધાન મોદી જ્યારે ઈઝરાયલમાં ગયા હતા ત્યારે બંને દેશો વચ્ચેની મિત્રતા અને સંબંધોને વિશ્વના દરેક દેશે જોયા.
ઉલ્લેખનીય છે કે ભારતની ઈઝરાયલ સાથે જે પણ ડીલ્સ થઈ છે તે પાકિસ્તાનને નથી પસંદ આવી. પાકિસ્તાનમાં અંદરોઅંદર વિખવાદ ચાલે છે અને અફઘાનિસ્તાન સાથે પણ તેના સંબંધો હાલ સારા નથી. આવામાં ભારત અને ઈઝરાયલની મિત્રતા તેને આંખમાં કણાની જેમ ખૂંચી રહી છે. આ જ કારણ છે કે પાકિસ્તાની રક્ષા મંત્રીએ કહ્યું 25 કરોડ પાકિસ્તાનીઓ કોઈ પણ રાજનૈતિક કે ધાર્મિક વિચારધારા સાથે જોડાયેલા હોય એ જરૂરી છે કે તેઓ દુશ્મનોની યોજના અને તેમના ઈરાદાઓને સમજે.
New Delhi,Delhi

