ભાઈ ભાઈ: લગ્નમાં 71 લાખ રોકડા અને 21 તોલા સોનું દાનમાં મળ્યું, જાણો કોણ છે આ વરરાજો

ભાઈ ભાઈ: લગ્નમાં 71 લાખ રોકડા અને 21 તોલા સોનું દાનમાં મળ્યું, જાણો કોણ છે આ વરરાજો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

અરુણ પંવાર મૂળ સોહનાના ઇંદરી ગામનો રહેવાસી છે. તેના લગ્નની વિધિ 30 જાન્યુઆરીના રોજ થઈ હતી. અરુણની થનારી પત્નીનું નામ ડો. તિથિ છે.

News18
News18

ગુરુગ્રામ: હરિયાણાના ગુરુગ્રામમાં રહેવાસી ઓટોમોબાઈલ યુટ્યુબર અરુણ પંવાર પોતાની એક રસમનો વીડિયોને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આજે એટલે કે, 3 ફેબ્રુઆરીના રોજ યુટ્યુબર અરુણ પંવાર લગ્નના બંધને બંધાયો છે. તેના લગ્ન પહેલા સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના લગ્ન સમારંભ દરમિયાન 71 લાખ રૂપિયા રોકડા અને 21 તોલા સોનાના દાગીનાનો ઉલ્લેખ કર્યો છે.

યુટ્યુબર અરુણ પંવારને દહેજ નહીં દાન મળ્યું

આ વીડિયો ખુદ અરુણ પંવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે બાદ તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ કાગળ વાંચવા આ દહેજ નહીં પણ દાન ગણાવી રહ્યો છે. તેની સાથે કોને શું મળ્યું છે, તેની આખી યાદી વાંચી સંભળાવે છે.

અરુણ પંવારના પરિવારને પણ મળ્યા દાગીના

વીડિયોમાં જણાવે છે કે અરુણ પંવાર, તેના પિતા, તાઉ, ભાઈ, મા, બહેન, ભાભી સહિત પરિવારના અન્ય સભ્યોને પણ સોનાના દાગીના આપવામાં આવ્યા છે. કુલ મળીને 21 તોલા સોનું અને 71 લાખ રૂપિયા રોકડા આપવાની વાત કહેવાઈ છે, જેને દાન ગણાવી રહ્યા છે.

યુટ્યુબર અરુણ પંવારની પત્ની કોણ છે?

અરુણ પંવાર મૂળ સોહનાના ઇંદરી ગામનો રહેવાસી છે. તેના લગ્નની વિધિ 30 જાન્યુઆરીના રોજ થઈ હતી. અરુણની થનારી પત્નીનું નામ ડો. તિથિ છે. જેનો પરિવાર પલવલમાં રહે છે. બંનેના લગ્ન નેશનલ હાઈવે-19 પર આવેલા એક ફાર્મ હાઉસમાં થઈ રહ્યા છે.

યુટ્યુબર અરુણ પંવારની પત્ની કોણ છે?

અરુણ પંવાર મૂળ સોહનાના ઇંદરી ગામનો રહેવાસી છે. તેના લગ્નની વિધિ 30 જાન્યુઆરીના રોજ થઈ હતી. અરુણની થનારી પત્નીનું નામ ડો. તિથિ છે. જેનો પરિવાર પલવલમાં રહે છે. બંનેના લગ્ન નેશનલ હાઈવે-19 પર આવેલા એક ફાર્મ હાઉસમાં થઈ રહ્યા છે.

કોણ છે અરુણ પંવાર

અરુણ પંવાર યુટ્યુબ પર ઓટોમોબાઈલ સાથે જોડાયેલા કન્ટેન્ટ બનાવે છે. તેણે BCAનો અભ્યાસ કર્યો છે, પણ શરૂઆતથી તેને કાર અને ટેકનોલોજીમાં ખાસ રસ હતો, અરુણ પંવારની યુટ્યુબ ચેનલ પર 2.41 મિલિયન સબસ્ક્રાઇબર છે.

2019માં શરૂ કરી હતી યુટ્યુબ ચેનલ

અરુણે 2019માં પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. તેની ચેનલ પર કાર રિવ્યૂ, નવી ગાડીઓની જાણકારી, માઇલેજ, ફીચર્સ અને ઓનરશિપ એક્સપિરિયન્સ જેવા વીડિયો જોવા મળે છે. તેની સરળ ભાષા અને રિયલ એક્સપિરિયન્સ આધારિત જાણકારી તેને દર્શકો વચ્ચે ખાસ બનાવે છે.

યુટ્યુબર પાસે છે કેટલીય લક્ઝરી કાર

ડિજિટલ પ્લેટફોર્મ પર સફળતા બાદ અરુણ પંવાર પાસે કિયા સેલ્ટોસ, ફોર્ડ એન્ડવર, ટોયોટા ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર જેવી લક્ઝરી કાર છે. તેની સાથે તેણે ઓટોમોબાઈલ સાથે જોડાયેલા ઓનલાઈન બિઝનેસમાં પણ એન્ટ્રી કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *