Final Up to date:
બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા સુનીલ મલ્હોત્રાનું નિધન થયું હોવાની માહિતી સામે આવી છે. ગત 14 તારીખે તેમનું નિધન થયું અને પરિવાર દ્વારા દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા સુનીલ મલ્હોત્રાનું નિધન થયું છે. શનિવાર 14 તારીખના રોજ દિલ્હીમાં તેમનું નિધન થયું હતું. આ માહિતી સામે આવ્યા બાદ સિદ્ધાર્થ અને તેની પત્ની કિયારા અડવાણી તુરંત દિલ્હી પહોંચ્યા હતા. અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ થઈ ગઈ છે અને હાલ બંન્ને પોતાના પરિવાર સાથે છે.
મીડિયા રિપોર્ટ અને સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા લાંબા સમયથી બીમાર હતા. પરિવાર હાલ શોકમાં છે અને તેમના અંગત જીવનને લઈ સન્માનની અપીલ કરી છે. એક્ટર સિદ્ધાર્થ તેના પિતાની ઘણી નજીક હતો. જેથી તેને અને તેના પરિવારને આ સમયે મોટો આઘાત લાગ્યો છે.
ગત વર્ષે વાતચીત દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેના પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘તેને ઘણી વાર અફસોસ થાય છે કે તે કામના કારણે મુંબઈમાં રહે છે. જેના કારણે તેની માતા દિલ્હીમાં એકલી રહીને તેના પિતાનું ધ્યાન રાખી રહી છે. સિદ્ધાર્થે વધુમાં કહ્યું હતું કે તેમના પિતાની તબિયત ઘણા સમયથી ખરાબ છે. ઘણી વાર હું મારી માતા પર થોડોક કડક થઈ જતો કારણકે તે જ તેમની દવાઓ અને દેખરેખની જવાબદારી સંભાળી રહી છે.’
આ સાથે જ સિદ્ધાર્થે એવું પણ કહ્યું હતું કે ‘માતાએ જણાવ્યું કે પપ્પા ઠીક હાલતમાં નથી જેથી બધા કામ કરી શકે. ત્યારે મને ખબર પડી કે માતા અમને ઘણી વાતો છુપાવી રહી છે, ખાસ કરીને પિતાની તબિયતને લઈને મને શરમ આવી અને એ વર્ષોમાં તેમના ત્યાગને યોગ્ય રીતે સમજી ન શક્યો.’ વધુમાં તેણે કહ્યું હતું ‘કે પિતાની તબિયત પહેલા પણ માતાએ ઘણા બલિદાન આપ્યા હતા. જેનો મને અંદાજો ન હતો. હવે મને અહેસાસ થયો કે મારે તેમની સાથે સંવેદનશીલતા અને પ્રેમથી રહેવું જોઈએ અને મને આશા છે કે તે હું કરીશ.’
New Delhi,Delhi

