બૂમ બૂમ બુમરાહનો મહારેકોર્ડ: ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 500 વિકેટ લીધી, વાનખેડેમાં ઈતિહાસ બનાવ્યો

બૂમ બૂમ બુમરાહનો મહારેકોર્ડ: ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 500 વિકેટ લીધી, વાનખેડેમાં ઈતિહાસ બનાવ્યો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ઈંગ્લેન્ડના કપ્તાન હેરી બ્રૂકની વિકેટ લેતા જ બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરી લીધી છે. મેચની પાંચમી ઓવરમાં જ્યારે કપ્તાન સૂર્યકુમાર યાદવે બોલ બુમરાહને આપ્યો, તો તેણે પોતાના પહેલા બોલ પર જાદૂ બતાવી દીધો.

News18
News18

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટના યોર્કર કિંગ જસપ્રીત બુમરાહે વાનખેડે સ્ટેડિયમમાં ઐતિહાસિક મેદાન પર ઇતિહાસ રચી દીધો છે. ટી20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ બોલિંગની શરૂઆત કરતા બુમરાહે આ મુકામ પ્રાપ્ત કરી લીધું છે. જેનું સપનું દરેક બોલર જોતા હોય છે. ઇંગ્લેન્ડના કપ્તાન હેરી બ્રૂકની વિકેટ લેતા જ બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરી લીધી છે. મેચની પાંચમી ઓવરમાં જ્યારે કપ્તાન સૂર્યકુમાર યાદવે બોલ બુમરાહને આપ્યો, તો તેણે પોતાના પહેલા બોલ પર જાદુ બતાવી દીધો. એક સટીક સ્લોઅર બોલ પર હેરી બ્રૂકે શોટ માર્યો અને અક્ષર પટેલે શાનદાર અંદાજ કેચ પકડી લીધો. બ્રૂક ખાલી 7 રન બનાવી શક્યો, પણ આ વિકેટ બુમરાહના કરિયરની સૌથી યાદગાર વિકેટ બની ગઈ.

હાલના વર્લ્ડ કપમાં બુમ બુમનો જાદુ

ટીમ ઈંડિયાના આ ફાસ્ટ બોલરે આ વર્લ્ડ કપમાં ભારતનું સૌથી મોટું હથિયાર સાબિત થયો છે. તેણે અત્યાર સુધીમાં 7 મેચમાં 10 વિકેટ લીધી છે. સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ સુપર-8 મેચમાં તે ભારતનો સૌથી સફળ બોલર રહ્યો. એટલું જ નહીં, કોલંબોમાં પાકિસ્તાન વિરુદ્ધ ગ્રુપ મેચમાં તેણે પહેલી જ ઓવરમાં સૈમ અયુબ અને સલમાન અલી આગાને આઉટ કરી સનસનાટી મચાવી દીધી હતી.

23 જાન્યુઆરી 2016ના રોજ સિડનીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ડેબ્યૂ કરનારા આ 32 વર્ષીય બોલરે છેલ્લા 10 વર્ષોમાં વિશ્વ ક્રિકેટમાં રાજ કર્યું છે. બુમરાહની 500 વિકેટની સફર કંઈક આવી છે.

  • ટેસ્ટ ક્રિકેટ- 52 મેચમાં 234 વિકેટ
  • વનડે ક્રિકેટ- 89 મેચમાં 149 વિકેટ
  • ટી20 આંતરરાષ્ટ્રીય- 94 મેચમાં 117 વિકેટ
આધુનિક યુગના સૌથી મહાન ફાસ્ટ બોલર બની ચૂક્યો છે બુમરાહ

વાનખેડેમાં ગૂંજતા બુમ બુમ બુમરાહના નારા આ વાતની સાક્ષી પૂરે છે કે તે આધુનિક યુગનો સૌથી મહાન ફાસ્ટ બોલર બની ચૂક્યો છે. 500 વિકેટનો આ આંકડો તો માત્ર એક પડાવ છે. ભારતીય ચાહકોને આશા છે કે બુમરાહનો આ સ્પેલ ભારતને વિશ્વ વિજેતા બનાવીને રોકાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *