બાળકોનું આધારકાર્ડ ક્યારે અપડેટ કરાવવું જોઈએ? જાણો A TO Z માહિતી

બાળકોનું આધારકાર્ડ ક્યારે અપડેટ કરાવવું જોઈએ? જાણો A TO Z માહિતી

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

બાળકોનું આધારકાર્ડ અપડેટ કરાવવું ખૂબ જરૂરી છે. આમ, તમે બાળકોનું આધાર અપડેટ કરાવતા નથી તો અનેક તકલીફ પડી શકે છે. તો જાણો આ માટે શું કરશો?

Image Source: UIDAI
Picture Supply: UIDAI

Children Aadhaar Card: UIDAI એ દેશભરનાં 83,000 સ્કૂલોનાં એક કરોડથી વધારે બાળકોનું બાયોમેટ્રિક અપડેટ પૂરું કરી લીધું છે. એક ઓફિશિયલી નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. પાંચ વર્ષથી નાની ઉંમરનાં બાળકોનું આધાર એનરોલમેન્ટ કરાવી શકો છો. આ માટે બાળકોનાં ફોટા, નામ, જન્મતિથિ, જેન્ડર, એડ્રેસ અને જન્મ પ્રમાણપત્રની જાણકારી આપવામાં આવે છે. બાળકોની આંગળીઓનાં નિશાન અને આઇરિસ બાયોમેટ્રિક્સ લેવામાં આવતું નથી. આ પાછળનું કારણ એ છે કે એમનો વિકાસ પૂરી રીતે થયો હોતો નથી. આ માટે 5 અને 15 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા બાદ બાળકોનું એમબીયૂ હેઠળ ફિંગરપ્રિન્ટ અને આઇરિસ અપડેટ કરાવવું ખૂબ જરૂરી છે.

એમબીયૂ કરાવતા નથી તો અલગ-અલગ સરકારી યોજનાઓનાં બેનિફિટ તેમજ સ્કૂલથી લઈને બીજા અનેક નાના-મોટા કામ કરવામાં તકલીફ આવી શકે છે. જો કે આ વિશે અનેક લોકો અજાણ હોય છે. તો જાણો ક્યારે અને કેવી રીતે અપડેટ કરાવશો.

UIDAI અનુસાર બાળકોનું આધાર અપડેટ કરાવવા માટે પહેલીવાર 5 અને પછી 15 વર્ષ બાદ કેન્દ્ર પર જઈને બાયોમેટ્રિક અપડેટ કરાવવાની જરૂર હોય છે. 5 વર્ષની ઉંમર પૂરી થવા પર બાયોમેટ્રિક અપડેટ કરાવવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ 15થી 17 વર્ષની ઉંમર વચ્ચે બીજું બાયોમેટ્રિક અપડેટ કરાવવું જરૂરી છે. આમ, આ વાત પેરેન્ટ્સે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમે સમયે આધાર અપડેટ કરાવતા નથી તો અનેક સુવિધાઓથી વંચિત રહી શકો છો. સ્કૂલ-કોલેજ, યુનિવર્સિટી તેમજ બીજી અનેક જગ્યાઓ પર તમને તકલીફ પડી શકે છે.

આ સુવિધા ફ્રી છે

UIDAI એ ગયા વર્ષે 5 વર્ષથી લઈને 17 વર્ષ સુધીનાં બાળકોનું આધાર અપડેટ કરાવવાની સુવિધાને ફ્રી કરી દીધી હતી. અનુમાન છે કે આ કારણે લગભગ 6 કરોડ બાળકોને સીધો ફાયદો મળશે. એટલે કે તમારું બાળક 5થી 17 વર્ષની વચ્ચે છે અને તમે આધાર અપડેટ કરાવો છો તો તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી. UIDAI ની આ નવી સુવિધા 1 ઓક્ટોબર 2025 થી લાગુ કરી હતી અને આ વર્ષની 30 સપ્ટેમ્બર સુધી રહેશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *