Final Up to date:
બાંગ્લાદેશ ચૂંટણી પહેલા યૂનુસના રાજમાં દેશમાં ભારે અફરાતફરીનો માહોલ છે. અલ્પસંખ્યકોની હત્યા સામાન્ય બાબત બની ગઈ છે. 12 ફેબ્રુઆરીએ થનાર ચૂંટણીના 48 કલાક પહેલા વધુ એક હિન્દુની હત્યા કરી દેવામાં આવી છે.
ઢાકા: બાંગ્લાદેશ ચૂંટણી પહેલા યૂનુસના રાજમાં દેશમાં ભારે અફરાતફરીનો માહોલ છે. અલ્પસંખ્યકોની હત્યા સામાન્ય બાબત બની ગઈ છે. 12 ફેબ્રુઆરીએ થનાર ચૂંટણીના 48 કલાક પહેલા વધુ એક હિન્દુની હત્યા કરી દેવામાં આવી છે. આ આઘાતજનક ઘટના મયમંસિંહ જિલ્લાથી સામે આવી છે. પહેલા દીપૂ દાસને કટ્ટરપંથીઓ દ્વારા લિંચિંગ કરવામાં આવ્યું અને પછી લાશને આગ લગાવી દીધી. હવે એક હિન્દુ ચોખાના વેપારી સુશેન ચંદ્ર સરકારને નિશાન બનાવવામાં આવ્યા છે, જેને કુહાડીથી કાપી નાખવામાં આવ્યો. ત્યાર બાદ લાશને ગલ્લા પર જ છોડીને કટ્ટરપંથી હત્યારા ફરાર થઈ ગયા.
આ ઘટના બાંગ્લાદેશના મયમંસિંહ જિલ્લાના ત્રિશાલ ઉપજિલ્લાની છે, જ્યાં એક હિંદુ ચોખાના વેપારી સુશેન ચંદ્ર સરકાર પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ તેને તેની જ દુકાનમાં કુહાડીના ઘા મારીને હત્યા કરી નાખી. હત્યા કર્યા પછી આરોપી કટ્ટરપંથીઓ પકડાઈ જવાની બીકથી ફરાર થઈ ગયા. દુકાનમાં સુશેન ચંદ્રના લોહીથી ચોખાની બોરી લાલ થઈ ગઈ હતી અને હત્યારાઓએ બહારથી શટર બંધ કરીને તાળું મારી દીધું હતું, જેથી લાશ સડી જાય અને કોઈને ખબર ન પડે. મળતી માહિતી મુજબ, આ ઘટના સોમવાર રાત્રે લગભગ 11 વાગ્યે બની હતી.
ત્રિશાલ પોલીસના જણાવ્યા અનુસાર, સુશેન ચંદ્ર સરકાર ‘મેસર્સ ભાઈ ભાઈ એન્ટરપ્રાઈઝ’ના માલિક હતા અને દક્ષિણકાંડા ગામના રહેવાસી હતા. જ્યારે તેઓ દુકાનમાં એકલા હતા ત્યારે હત્યારાઓ કુહાડી લઈને આવ્યા અને હત્યા કર્યા પછી ફરાર થઈ ગયા. હંમેશાની જેમ, આ વખતે પણ પોલીસની તપાસ ધીમી ગતિએ ચાલી રહી છે અને હજુ સુધી કોઈ આરોપી ઝડપાયો નથી.
ઉલ્લેખનીય છે કે, મયમંસિંહમાં આ ત્રીજી એવી ઘટના છે, જેના કારણે અલ્પસંખ્યક હિંદુ સમુદાયમાં ભય અને ચિંતાનો માહોલ છે. આ પહેલા, બજરેન્દ્ર બિસ્વાસ નામના વ્યક્તિની તેના સહકર્મીએ ગારમેન્ટ ફેક્ટરીમાં ગોળી મારીને હત્યા કરી હતી. તેના થોડા દિવસો પહેલા, આ જ વિસ્તારમાં ફેક્ટરીમાં કામ કરતા દીપુ ચંદ્ર દાસને ખોટા ઈશનિંદાના આરોપમાં ભીડે માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો.

