ગુજરાતના બજેટ પર વિવાદ યથાવત. વિપક્ષના ધારાસભ્યના આક્ષેપો અને સત્તાધારી પક્ષની સંજોગો સાથેની જવાબદારી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ બજેટને લઈને ભાજપને કેવા શાબ્દિક ચાબખા માર્યા છે, જુઓ અહીં. આ સાથે ગુજરાત સરકાર પ્રવક્તા જીતુ વાઘાણીએ આદિવાસી ક્ષેત્રમાં વપરાય તે માટેની જોગવાઈ વિશે જાણ કરી. કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે ભાજપ પર શહેરી વિકાસના બજેટને લઈને ભાજપ પર અનેક સવાલો ઉઠાવ્યા છે. જેના જવાબમાં જીતુ વાઘાણીએ તેના વળતા જવાબ આપ્યા છે. આ સાથે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બજેટના મોટા મોટા આંકડા આદિવાસીઓ માટે ક્યારે ઉપયોગ કરવામાં આવે છે તેને લઈને આકરા આરોપો કર્યા હતા. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ પણ ગુજરાતના બજેટ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા.
Source link
