Final Up to date:
હવામાન વિભાગે પહાડી વિસ્તાર જેમ કે જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં 19 ફેબ્રુઆરીના રોજ હળવાથી મધ્યમ વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે.
નવી દિલ્હી: પશ્ચિમી વિક્ષોભના પ્રભાવથી હિમાલયી વિસ્તાર અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારમાં હલચલ વધારી દીધી છે, તો બંગાળની ખાડી પણ ટેન્શન આપી રહી છે. બુધવાર બાદ આગામી 24 કલાક સુધી કેટલાય વિસ્તારમાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસનું પૂર્વાનુમાન જાહેર કરી દીધું છે. જેમાં ગુરુવારે પણ દિલ્હી, રાજસ્થાન, પંજાબ સાથે સાથે કેટલાય વિસ્તારમાં વરસાદની ચેતવણી જાહેર કરી દીધી છે.
હવામાન વિભાગે પહાડી વિસ્તાર જેમ કે જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં 19 ફેબ્રુઆરીના રોજ હળવાથી મધ્યમ વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે. ઉત્તરાખંડમાં પણ 18 અને 19 ફેબ્રુઆરીમાં છૂટક વરસાદ અને બરફ વર્ષા થઈ શકે છે. મેદાની વિસ્તાર જેમ કે પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં આગામી 19 કલાકમાં ગર્જના સાથે હળવા વરસાદની સંભાવના છે. આ દરમિયાન 30-40 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. વરસાદના કારણે ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારમાં કાલથી આગામી 2 દિવસ સુધી અધિકતમ તાપમાનમાં ધીમે ધીમે 2-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે.
મોસમ વિભાગે જણાવ્યું કે, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ગર્જના સાથે વીજળી પડવાની સંભાવના છે. ખાસ કરીને પૂર્વી રાજસ્થાન અને ઉત્તરી મધ્ય પ્રદેશમાં છૂટક જગ્યા પર કરા પડવાની સંભાવના છે. તો વળી મધ્ય ભારતમાં આગામી 5 દિવસ સુધી અધિકતમ તાપમાનમાં કોઈ ખાસ બદલાવ નથી થવાનો, પણ તેમ છતાં 2 દિવસમાં 2-3 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે. ગુજરાતમાં આગામી 3 દિવસમાં ન્યૂનતમ તાપમાન 2-3 ડિગ્રી વધી શકે છે.
તમિલનાડૂ, પુડુચેરી, કરાઈકલ અને કેરળમાં 20થી 22 ફેબ્રુઆરીની વચ્ચે ગર્જના સાથે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ-પશ્ચિમી બંગાળની ખાડી અને હિન્દ મહાસાગર ઉપર એક લો પ્રેશરનો એરિયા બનેલો છે. તેના પ્રભાવથી ચક્રવાતી હવાઓનો વિસ્તાર સમુદ્ર તળથી 5.8 કિમી ઉપર સુધી ફેલાયેલો છે. જે શ્રીલંકા તરફ વધવાની સંભાવના છે. પૂર્વી ભારતમાં આગામી 2 દિવસ સુધી ન્યૂનતમ તાપમાન સ્થિર રહેશે, પણ બાદના 2 દિવસમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.
Feb 18, 2026 11:26 PM IST

