ફાઈનલમાં અર્શદીપ અને મિચેલ વચ્ચે શું થયું હતું? કેપ્ટન સૂર્ય કુમારે મામલો ઠંડો પાડ્યો, બોલ વાગ્યા બાદ મામલો ગરમાયો હતો

ફાઈનલમાં અર્શદીપ અને મિચેલ વચ્ચે શું થયું હતું? કેપ્ટન સૂર્ય કુમારે મામલો ઠંડો પાડ્યો, બોલ વાગ્યા બાદ મામલો ગરમાયો હતો

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

અમદાવાદ સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં અર્શદીપ સિંહ અને મિચેલ વચ્ચે મામલો ગરમાયો હતો. જેમાં અર્શદીપે થ્રો કરતા મિચેલને બોલ વાગ્યો હતો. જેને લઈને મિચેલ ભારે ગુસ્સે થયો હતો.

અર્શદીપના થ્રોને કારણે ફાઈનલમાં મામલો ગરમાયો
અર્શદીપના થ્રોને કારણે ફાઈનલમાં મામલો ગરમાયો

ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને હરાવીને પોતાનો વર્લ્ડકપ જીતી લીધો છે. આ મેચમાં ભારતે 255 રન બનાવ્યા હતા. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ માત્ર 160 બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. 96 રન સાથે ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતીને ઈતિહાસ રચી દીધો છે. જોકે આ મેચમાં એક સમયે ગરમાગરમીનો માહોલ પણ સર્જાયો હતો. જેમાં ટીમ ઈન્ડિયાના બોલર અર્શદીપ સિંહે મિચેલને બોલ માર્યો હતો. 11મી ઓવર જ્યારે અર્શદીપ નાખી રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.

અર્શદીપ સિંહની આ ઓવરમાં ડેરિલ મિચેલ બેક ટૂ બેક સિક્સર લગાવી રહ્યા હતા. આ દરમિયાન અર્શદીપે વાઈડ બોલ નાખ્યો હતો. બાદમાં મિચેલે ઓવરની પાંચમી બોલ રમતા ડિફેન્સ કર્યો હતો. અર્શદીપે આ સમયે પોતાના ફોલો થ્રોમાં બોલને ફિક્સ કરીને સીધો મિચેલના એન્ડ પર વિકેટને નિશાન બનાવીને થ્રો કર્યો હતો.

મિચેલ ક્રિઝની થોડા બહાર હતા. જોકે અર્શદીપનું નિશાન વિકેટ પર નહીં પણ બેટ્સમેન પર ગયું હતું. જેથી શાંત સ્વભાવના માનવામાં આવતા ન્યુઝીલેન્ડના ખેલાડીઓ અર્શદીપની આ હરકત પર ગુસ્સે ભરાયા હતા. સાથે જ તેમણે અમ્પાયર પાસે જઈને આ મામલે ફરિયાદ કરી હતી. મિચેલનો ગુસ્સો શાંત થવાનું નામ નહોતો લઈ રહ્યો. આ દરમિયાન મેદાનમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્ય કુમાર યાદવે અમ્પાયર સાથે મળીને મિચેલનો ગુસ્સો શાંત કર્યો હતો.

અર્શદીપ સિંહે તરત જ પોતાની ભૂલ માની અને ઓવર પૂરી થયા બાદ મિચેલ સાથે હાથ પણ મળાવ્યો હતો. આ ઘટના બાદ મિચેલ વધુ સમય સુધી ક્રિઝ પર ટકી ન શક્યો. અક્ષર પટેલની ફુલ ટોસ બોલ પર મિચેલ પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. આ રીતે મિચેલે 11 બોલમાં 17 રન બનાવ્યા અને પછી આઉટ થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી હતી. જેમાં 255 રન ટીમ ઈન્ડિયાએ બનાવ્યા હતા. જોકે બાદમાં ન્યુઝીલેન્ડની ટીમ માત્ર 160 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ વખતે અભિષેક શર્માની બેટિંગ ઘણી ચર્ચામાં રહી હતી. કારણ કે તેણે માત્ર 18 બોલમાં 51 રન બનાવીને ટીમ ઈન્ડિયાનો પાવરપ્લેમાં રેકોર્ડ બનાવ્યો હતો.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/રમત-જગત/

ફાઈનલમાં અર્શદીપ અને મિચેલ વચ્ચે શું થયું હતું? કેપ્ટન સૂર્ય કુમારે મામલો ઠંડો પાડ્યો, બોલ વાગ્યા બાદ મામલો ગરમાયો હતો



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *