પુણા વિસ્તારમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક પરિવારે પૂજા સામગ્રી સાથે ભૂલથી બે લાખ રૂપિયા કેનાલના પાણીમાં પધરાવી દીધા હતા. આ ઘટનાથી પરિવારજનોમાં હડકંપ મચી ગયો હતો. મહત્વનું છે કે રુપિયા પાણીમાં પડી ગયા બાદ પરિવારને ભાન થયું કે પૂજા સામગ્રી સાથે રુપિયા પણ વહી ગયા છે. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે પુણાની નિજાનંદ સોસાયટીમાં રહેતા લીંબા પરિવારને ત્યાં પૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ પૂજાની સામગ્રી કેનાલમાં પધરાવી હતી. જોકે, બાદમાં પરિવારને પૂજા સામગ્રીની સાથે 500 રૂપિયાની નોટના 4 બંડલ પણ પાણીમાં પધરાવ્યાનું યાદ આવતા તેમણે તાબડતોબ ફાયર બ્રિગેડનો સંપર્ક શાધ્યો હતો. આખરે ફાયરના જવાનોએ કેનાલમાં ઉતરીને આકરી જહેમત બાદ પરિવારને 2 લાખ રૂપિયા શોધી આપ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોની મદદને પગલે પરિવારને પોતાના 2 લાખ રૂપિયા પરત મળતા સૌએ જવાનોને આભાર માન્યો હતો.
Source link
