મનોરંજન ન્યૂઝ | બોલીવુડના સૌથી રમુજી હાસ્ય કલાકારોમાંના એક રાજપાલ યાદવ (Rajpal Yadav) હાલમાં તેમના જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે બેંક લોન ચૂકવવામાં અસમર્થતાને કારણે આત્મસમર્પણ કર્યું અને તિહાર જેલમાં કેદ છે. આ દરમિયાન, બોલિવૂડ સ્ટાર્સ તેમને મદદ કરી રહ્યા છે અને અન્ય લોકોને મદદ માટે અપીલ કરી રહ્યા છે.
કોવિડ-૧૯ (Covid-19) મહામારી દરમિયાન રાષ્ટ્રીય તારણહાર બનેલા સોનુ સૂદ (Sonu Sood) અને મ્યુઝિક પ્રોડ્યુસર ઇન્દ્રજીત રાવે અભિનેતાને રાજપાલ યાદવ (Rajpal Yadav) ની મદદ કરવા માટે આગળ આવ્યા છે. અભિનેતા પર ૧૦ કરોડ રૂપિયાથી વધુનું દેવું છે, જે તેઓ ચૂકવી શક્યા નથી.
આ પહેલી વાર નથી જ્યારે અભિનેતા રાજપાલ યાદવ (Rajpal Yadav) એકલતા અનુભવે છે. અગાઉ, જ્યારે તેમની પહેલી પત્નીનું અવસાન થયું ત્યારે તેઓ સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા. એક ઇન્ટરવ્યુમાં અભિનેતાએ તેમની પહેલી પત્નીના મૃત્યુ અને તેમની પરિસ્થિતિઓ વિશે ચર્ચા કરી હતી. રાજપાલે સમજાવ્યું કે જ્યારે તેમના પરિવારે તેમને લગ્ન માટે દબાણ કર્યું ત્યારે તેઓ માત્ર ૨૦ વર્ષના હતા.
રાજપાલ યાદવ પત્નીનું મૃત્યુ કેવી રીતે થયું?
રાજપાલ યાદવના લગ્નના એક વર્ષ પછી, તેને એક પુત્રીનો આશીર્વાદ મળ્યો હતો. જોકે, રાજપાલ યાદવ ત્યારે ખૂબ જ દુઃખી થયા જ્યારે તેની પત્નીનું જન્મ આપ્યાના 15 મિનિટ પછી અવસાન થયું હતું. અભિનેતાએ ખુલાસો કર્યો કે તેની પત્નીએ તેને કહ્યું હતું કે ડિલિવરીમાં સાત દિવસ લાગશે, પરંતુ તેણે તે દિવસે તેની પત્નીનો મૃતદેહ ઉપાડવાની કલ્પના પણ નહોતી કરી હતી.આ વાતથી અભિનેતા ખાસ દુઃખી હતો, કારણ કે તે આ મુશ્કેલ સમયમાં શાહજહાંપુરમાં શૂટિંગ કરી રહ્યો હતો. રાજપાલ એમ પણ કહે છે કે તેના પરિવારે તેની પુત્રીની ઉત્તમ સંભાળ રાખી હતી.
શાહિદ કપૂર તૃપ્તિ ડીમરીની ઓ રોમિયો રિલીઝ, એક્શન રોમાન્સથી ભરપૂર મુવી
રાજપાલ યાદવની પહેલી બીજા લગ્ન
પછી 2003 માં અભિનેતા રાજપાલ યાદવે રાધા સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેના જીવનમાં ખુશીઓ આવી અને તેની પુત્રીને માતા મળી હતી. રાધા સાથે તેના બે બાળકો પણ થયા. હવે, રાજપાલની જેલની સજાએ તેની પત્નીને એકલી મૂકી દીધી છે. રાજપાલ 2002 માં કેનેડામાં રાધાને મળ્યો હતો. અભિનેતા ત્યાં “હીરો: અ લવ સ્ટોરી ઓફ અ સ્પાય” ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. તે રાધાને એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યો હતો.
રાજપાલ યાદવ અને રાધા લવ સ્ટોરી
રાજપાલ યાદવ અને રાધા કેલગરીમાં એક કોફી શોપમાં મળ્યા હતા. 10 દિવસ ડેટિંગ કર્યા પછી, તેઓ પ્રેમમાં પડ્યા હતા. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા પછી, રાજપાલ ભારત પાછો ફર્યો, પરંતુ રાધા સાથે ફોન પર વાત કરવાનું ચાલુ રાખ્યું હતું. તેઓ લગભગ 10 મહિના સુધી પત્રવ્યવહાર કરતા રહ્યા, અને પછી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. 10 જૂન, 2003 ના રોજ રાજપાલ અને રાધાએ લગ્ન કર્યા હતા.
