Final Up to date:
11 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવેલા સર્ક્યુલરમાં જણાવ્યું છે કે કોર્ટની બિલ્ડિંગનો ઉપયોગ કરનારા અમુક લોકો પાન મસાલા અને ગુટખા ખાઈને દીવાલના ખૂણા, વોશ બેસિન અને ત્યાં સુધી કે પીવાના પાણીની જગ્યા પર થૂંકી દેતા હોય છે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ પરિસરમાં પાન, માવા અથવા ગુટખા ખાઈને જ્યાં ત્યાં થૂંકનારા લોકો માટે માઠા સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટ પ્રશાસને એક કડક ચેતવણી જાહેર કરી છે. કોર્ટે આવા લોકોને આદત સુધારવાની ચેતવણી આપી છે. ગુરુવારે વેબસાઈટ પર પ્રકાશિત એક નોટિસમાં કહેવાયું છે કે કોર્ટ પરિસરમાં થૂંકવાથી ન ફક્ત ગંદકી ફેલાય છે, પણ સંક્રમણનો ખતરો પણ વધે છે.
11 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવેલા સર્ક્યુલરમાં જણાવ્યું છે કે કોર્ટની બિલ્ડિંગનો ઉપયોગ કરનારા અમુક લોકો પાન મસાલા અને ગુટખા ખાઈને દીવાલના ખૂણા, વોશ બેસિન અને ત્યાં સુધી કે પીવાના પાણીની જગ્યા પર થૂંકી દેતા હોય છે. આ ગંદી આદતના કારણે ન ફક્ત પાણી નીકળવાની જગ્યા જામ થઈ જાય છે, સાથે સંક્રમણ ફેલાવાનો ડર પણ રહેલો છે. આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તરફથી જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં તમામ સંબંધિત લોકોને અપીલ કરી છે. પરિસરમાં પાન મસાલા, ગુટખા અથવા તંબાકુ થૂંકવાનું બંધ કરો અને સાફ સફાઈ બનાવી રાખવાની અપીલ કરી છે.
આપને જણાવી દઈએ કે, ભારતીય ખાદ્ય અને માનક પ્રાધિકરણે 9 ઓક્ટોબર 2017ના રોજ એક નિર્દેશ જાહેર કરી તંબાકુ અને નિકોટીનવાળા ગુટખા અને પાન મસાલાના નિર્માણ અને વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ખાદ્ય સુરક્ષા નિયમો અંતર્ગત કોઈ પણ ખાદ્ય ઉત્પાદમાં તંબાકુ અથવા નિકોટીનનો ઉપયોગ વર્જિત છે.
ટાટા મેમોરિયલ હોસ્પિટલના હેડ અને નેક સર્જન ડો. પંકજ ચતુર્વેદીએ કહ્યું કે ગુટખા અને પાન મસાલા પર FSSAIનો પ્રતિબંધ, જેને સુપ્રીમ કોર્ટના ઓર્ડરનો સપોર્ટ છે. એક સારું પગલું છે, કેમ કે પહેલા ખાલી રાજ્ય સરકારો-યૂટી જ તંબાકુ અને નિકોટીનવાળી ગુટખા અને પાન મસાલાની મેન્યુફેક્ચરિંગ અને વેચાણ પર પ્રતિબંધ લગાવવાના ઓર્ડર જાહેર કરી રહી હતી.
Feb 12, 2026 11:36 PM IST

