Final Up to date:
આતંકીઓએ આ ખૂની ખેલને અંજામ આપવા માટે આત્મઘાતી VBIEDની મદદ લીધી હતી. હુમલાનો ટાર્ગેટ 172ની વિંગ બાજૌર સ્કાઉટ્સના સૈનિકો હતા.
ખૈબર પખ્તૂનખ્વા: પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળો પર અત્યાર સુધીનો સૌથી મોટો ઘાતક હુમલો થયો છે. બાજૌર જિલ્લાના મમૂંદ વિસ્તારમાં આતંકીઓએ પાકિસ્તાની સેનાના ઠેકાણાને ટાર્ગેટ બનાવતા 16 સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા. આ ભીષણ હુમલામાં સરહદી વિસ્તારમાં સેનાની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવી દીધા છે.
કહેવાય છે કે પાકિસ્તાનના મલાંગી કાદિર ખેલ વિસ્તારમાં આવેલા એક મદરેસા નજીક અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો થયો છે. શરુઆતની જાણકારી અનુસાર, આત્મઘાતી વિસ્ફોટ અથવા રોકેટ હુમલામાં એક સુરક્ષા ચેકપોસ્ટને ટાર્ગેટ બનાવી છે. જેનાથી આજુબાજુના નાગરિકોના ઘરોની છતો ઉડી ગઈ અને મદરેસાને પણ ભારે નુકસાન થયું છે. આ હુમલામાં પાકિસ્તાની સુરક્ષા દળોના જવાનો સાથે સાથે કેટલાય નિર્દોષ લોકોના જીવ ગયા હોવાનું પણ સામે આવ્યું છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે આજુબાજુના મકાનોને પણ મોટા ભાગે નુકસાન થયું છે. આ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને સીલ કરી સર્ચ ઓપરેશન શરુ કર્યું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આતંકીઓએ આ ખૂની ખેલને અંજામ આપવા માટે આત્મઘાતી VBIEDની મદદ લીધી હતી. હુમલાનો ટાર્ગેટ 172ની વિંગ બાજૌર સ્કાઉટ્સના સૈનિકો હતા. જે મમૂંદ વિસ્તારમાં તૈનાત હતા. વિદ્રોહીઓએ વિસ્ફોટકથી ભરેલી ગાડીને ડાયરેક્ટ સૈન્ય વિંગ સાથે અથડાવી. જેનાથી જોરદાર બ્લાસ્ટ થયો અને 16 સૈનિકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. આ આત્મઘાતી હુમલામાં કેટલાય અન્ય જવાનો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. જેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની તરત બાદ સમગ્ર મમૂંદ અને મલાંગી વિસ્તારને સીલ કરી દીધો છે અને ભારે સંખ્યામાં સુરક્ષા દળે પહોંચીને સર્ચ ઓપરેશન શરુ કર્યું છે.
સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે ખૈબર પખ્તૂનખ્વા અને અફઘાનિસ્તાનથી અડીને આવેલા વિસ્તારમાં આતંકીઓ અને વિદ્રોહીઓ બેફામ છે. છેલ્લા કેટલાય મહિનામાં આ વિસ્તારમાં પાકિસ્તાની સેના પર હુમલાઓ વધ્યા છે. બાજૌરમાં આ ઘટના તાજેતરની હિંસાએ પાકિસ્તાની એસ્ટેબિલ્શમેન્ટની આંતરિક સુરક્ષાની પોલ ખોલી નાખી છે.
Feb 16, 2026 11:49 PM IST

