Final Up to date:
વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મીઓએ સ્થિતિને સંભાળી અને મારપીટ કરી રહેલા પતિ, પત્ની અને તેના કથિત પ્રેમીની ધરપકડ કરી પોતાની સાથે ગાડીમાં બેસાડીને લઈ ગયા.
હાપુડ: ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના મેરઠ રોડ પર વેલેન્ટાઈન ડેના દિવસે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. અહીં હાપુડ નગર વિસ્તારના મેરઠ રોડ પર એક પતિએ પોતાની પત્નીને તેના કથિત પ્રેમી સાથે રંગેહાથે પકડી લીધી હતી. જે બાદ રોડ વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થઈ ગયો હતો. અહીં પતિ, પત્ની અને પ્રેમી વચ્ચે ભારે હોબાળો જોવા મળ્યો હતો. પતિ સાથે તેના પરિવારે પણ પ્રેમીને પકડી લીધો અને જોતજોતામાં આ મામલો મારપીટ સુધી પહોંચી ગયો હતો. રસ્તાની વચ્ચે તમામ લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને ગડદાપાટું થવા લાગી. મારપીટની સૂચના મળતા જ હડકંપ જામી ગયો અને ઘટનાસ્થળ પર ભીડ એકઠી થઈ ગઈ.
તો વળી જેવી આ ઘટનાની જાણ થઈ કે તરત જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ અને રાહદારીઓએ વચ્ચે પડ્યા અને જેમતેમ કરી મામલો થાળે પાડ્યો. આ સમગ્ર ઘટના દરમિયાન મેરઠ રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ પણ બની ગઈ હતી. ત્યાર બાદ તમામને પૂલ નીચે ઉતારતા પોલીસે બોલાવી અને સ્થિતિ પર કંટ્રોલ મેળવી લીધો. આ ઘટનાની જાણકારી મળતા કોતવાલી હાપુડ નગરની પોલીસ ફોર્સ સાથે તરત આવી પહોંચી. આ મારપીટની ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે, જ્યાં હાજર લોકો આ ઘટનાનો વીડિયો ઉતારી રહ્યા છે.
हापुड़ में वैलेंटाइन डे पर हाईवोल्टेज ड्रामा।
पति ने पत्नी को प्रेमी के साथ पकड़ा। बीच सड़क पर जमकर मारपीट। वैलेंटाइन डे के परिणाम आने शुरू हुए। देखे वीडियो… pic.twitter.com/r4bOiob1U1
— Shanu (@Khabrishanu) February 14, 2026
વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મીઓએ સ્થિતિને સંભાળી અને મારપીટ કરી રહેલા પતિ, પત્ની અને તેના કથિત પ્રેમીની ધરપકડ કરી પોતાની સાથે ગાડીમાં બેસાડીને લઈ ગયા. આ દરમિયાન પોલીસે રોડ પરથી ટ્રાફિક હટાવવાની કામગીરી શરૂ કરી દીધી. આ હોબાળાના કારણે ઘણી વાર સુધી રોડ પર અફરાતફરી જોવા મળી. પોલીસે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરતા શાંતિ ભંગની કલમ લગાવીને કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

