પંજાબમાં ભાજપ કાર્યાલયની બહાર બ્લાસ્ટ, ચંદીગઢ એસએસપી કંવરદીપ કૌરે કહી આવી વાત

પંજાબમાં ભાજપ કાર્યાલયની બહાર બ્લાસ્ટ, ચંદીગઢ એસએસપી કંવરદીપ કૌરે કહી આવી વાત

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


BJP Headquarters In Chandigarh : પંજાબમાં ભાજપ કાર્યાલયની બહાર વિસ્ફોટ થયો છે. જે બાદ ભાજપ કાર્યાલયની બહાર અફરાતફરી મચી ગઈ હતી. આ વિસ્ફોટ ચંદીગઢના સેક્ટર 37 સ્થિત ભાજપ કાર્યાલયની બહાર થયો હતો. એફએસએલની ટીમ અને ચંદીગઢ પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે છે.

આ ઘટના અંગે ચંદીગઢના એસએસપી કંવરદીપ કૌરે જણાવ્યું હતું કે આજે સાંજે લગભગ 5 વાગ્યે અમને માહિતી મળી હતી કે સેક્ટર 37માં ભાજપ કાર્યાલયમાં વિસ્ફોટ જેવો અવાજ આવ્યો હતો. એફએસએલની ટીમ અહીં પહોંચી હતી. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે અહીં થોડું ક્રૂડ જેવી વસ્તુ અહીં ફેકવામાં આવી છે, એનઆઈએની ટીમ અહીં પહોંચી ગઈ છે, એફએસએલની ટીમ, ચંદીગઢ પોલીસનો ઓપરેશન સેલ, ક્રાઈમ બ્રાન્ચ અને ડિસ્ટ્રિક્ટ ક્રાઈમ સેલ અહીં પહોંચી ગઈ છે. તપાસ ચાલુ છે.

કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે

ચંદીગઢમાં પંજાબ ભાજપ કાર્યાલયની બહાર થયેલા વિસ્ફોટ પર કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે. લોકશાહીમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. જોકે તે ઓછી તીવ્રતાનો વિસ્ફોટ હતો પણ એજન્સીઓ તેને ગંભીરતાથી લઈ રહી છે. નિશ્ચિત રુપે પોલીસ અને એજન્સીઓ તેની તપાસ કરશે અને ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

પંજાબ ભાજપના મીડિયા પ્રભારી વિનીત જોશીએ જણાવ્યું કે અહીં સાંજે લગભગ 5 વાગ્યે વિસ્ફોટ થયો હતો અને ઘણો ધુમાડો જોવા મળ્યો હતો. વિસ્ફોટ બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક સ્કૂટી અને એક કારને નુકસાન થયું હતું. તે ચિંતાનો વિષય છે. પાર્ટી ઓફિસ નજીક વિસ્ફોટ ચિંતાજનક છે. છેલ્લા 4 દિવસથી ભાજપના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ અહીં રોકાયા હતા અને આવા સમયે વિસ્ફોટ ગંભીર ચિંતાનો વિષય છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *