નસીબ હોય તો આવું! એક વ્યક્તિએ બતક કાપી તો પેટમાંથી નીકળ્યું અસલી સોનું, કિંમત જાણીને ચોંકી જશો

નસીબ હોય તો આવું! એક વ્યક્તિએ બતક કાપી તો પેટમાંથી નીકળ્યું અસલી સોનું, કિંમત જાણીને ચોંકી જશો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

Viral Information: કહેવાય છે કે, ‘જ્યારે ઉપરવાળાની ઈચ્છા હોય, ત્યારે બધું જ સરળતાથી મળી રહે. આ કહેવત ચીનના એક વ્યક્તિ માટે બિલકુલ સાચી સાબિત થઈ છે. સામાન્ય રીતે લોકો માંસ ખાવા માટે બતક ખરીદતા હોય છે, પરંતુ ચીનમાં એક વ્યક્તિને બતકના પેટમાંથી કંઈક એવું મળ્યું જેની તેણે કલ્પના પણ કરી નહોતી.

બતકના પેટમાં સોનું આવ્યું ક્યાંથી? (સાંકેતિક તસવીર)
બતકના પેટમાં સોનું આવ્યું ક્યાંથી? (સાંકેતિક તસવીર)

દુનિયામાં ઘણા લોકોને પાલતું પ્રાણીઓ પાળવાનો શોખ હોય છે, પરંતુ ભાગ્યે જ જોવા મળે છે કે, તેમનું એ પાલતુ પ્રાણી તેમને માલામાલ કરી દે. ચીનમાં હાલમાં એક આવો કિસ્સો સામે આવ્યો છે, જેને દરેકને હેરાન કરી દીધા છે. હકીકતમાં મધ્ય ચીનના એક વ્યક્તિને બતક કાપતી વખતે તેના પેટમાંથી મોટી માત્રામાં સોનું મળ્યું હતું. આ અજીબોગરીબ શોધે તેને માત્ર આશ્ચર્યચકિત જ નથી કર્યો, પરંતુ તેને એક ઝટકે લખપતિ પણ બનાવી દીધો છે.

મળતી માહિતી મુજબ, આ વ્યક્તિનું નામ લિયૂ છે, જે હુનાન પ્રાંતના લોંગહુઈ કાઉન્ટીના રહેવાસી છે. ગત ફેબ્રુઆરી મહિનામાં તેને પોતાના એક પાલતુ બતકના પેટમાંથી સોનાના કણ મળ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે, લિયૂને બતકના પેટમાંથી જે સોનું મળ્યું હતું તેનું વજન લગભગ 10 ગ્રામ હતું અને તેની કિંમત અંદાજે 12,000 યુઆન (1,800 અમેરિકી ડોલર) એટલે કે આશરે 1.65 લાખ રૂપિયા હતી. હવે લિયૂના પિતાનું કહેવું છે કે, આ શોધ તેમના પરિવાર માટે સૌભાગ્યનો સંકેત છે. એક સામાન્ય બતકની કિંમત સામે આટલું મોટું વળતર મળતા સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયુવેગે ફેલાઈ રહ્યા છે.

લિયૂની આ શોધ અનોખી નથી, અગાઉ પણ ઘણા ગ્રામીણોને બતકોના પેટમાં સોનું મળી ચૂક્યું છે, પરંતુ કોઈને પણ એટલું સોનું નથી મળ્યું જેટલું તેને મળ્યું છે. જોકે, જ્યારે આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ત્યારે કેટલાક યુઝર્સે આ ઘટનાની સત્યતા પર જ સવાલો ઉભા કર્યા હતા. લોંગહુઈ કાઉન્ટી પ્રાકૃતિક સંસાધન બ્યુરોએ એક રિપોર્ટમાં જણાવ્યું કે, કણો સોનાના છે કે નહીં, તેની પુષ્ટિ કરવા માટે એક પ્રોફેશનલ સંસ્થા તરફથી આગળની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ બ્યુરોની ટીમે જણાવ્યું કે, આવી શોધ સંભવ છે. જોકે, ગયા વર્ષે ગ્રામીણોને એ જ નદી કિનારે રેતી ધોતી વખતે 10 ગ્રામથી વધુ સોનું મળ્યું હતું.

બતકના પેટમાં સોનું આવ્યું ક્યાંથી?

રિપોર્ટ મુજબ, લિયૂએ કહ્યું કે, બતક ઘણીવાર ખોરાકની શોધમાં જમીન પર પડેલી નાની વસ્તુઓ ગળી જતી હોય છે. કદાચ આ બતકે કોઈ ખાણ વિસ્તારમાં અથવા નદીના કિનારેથી સોનાના કણો ખોરાક સમજીને ગળી લીધા હશે. બતકના પાચનતંત્રમાં આ સોનું ઓગળતું નથી, તેથી તે તેના પેટમાં જ રહી ગયું હતું. આ અગાઉ પણ પક્ષીઓના પેટમાંથી કિંમતી પથ્થરો મળ્યાની ઘટનાઓ બની છે, પરંતુ સોનું મળવું એ અત્યંત દુર્લભ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *