કેવા રહ્યા ક્વાર્ટર પરિણામ?- ક્વાર્ટર આધાર પર કંપનીનો નફો 6.7 ટકા ઘટીને 439.4 કરોડ રહ્યો, જ્યારે ગત ક્વાર્ટરમાં તે 471 કરોડ હતો. આ આંકડો CNBC-TV18 પોલના 454 કરોડ રૂપિયાના અંદાજથી ઓછો રહ્યો છે. જ્યારે કંપનીની આવકમાં 5.5 ટકાનો વધારો નોંધાયો છે અને તે 3,778.2 કરોડ પર પહોંચી ગઈ, જે ગત ક્વાર્ટરમાં 3,580 કરોડથી વધારે છે. તે બજારના 3,751 કરોડના અંદાજથી સારો રહ્યો છે.

