ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા નજીક આવતા વિધાર્થીઓ અસમંજશમાં આવી જાય છે. કેટલાય વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલા બધું ભુલી જતા હોય છે. અનેક પ્રકારની ચિંતા બોર્ડના વિદ્યાર્થીઓને સતાવતી હોય છે. ત્યારે વિદ્યાર્થીઓની આ સમસ્યાના ઉકેલ માટે અમદાવાદ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. 9909922648 હેલ્પલાઇન નંબર પર વિદ્યાર્થીઓ સબ્જેક્ટને લગતા કે સાયકોલોજીકલ પ્રશ્નોનો ઉકેલ મળશે.વિદ્યાર્થીઓ વોટ્સએપના માધ્યમથી પોતાની તમામ સમસ્યાનો ઉકેલ મેળવી શકશે. મહત્વનું છે. રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને વિદ્યાર્થીઓની સગવડ માટે હેલ્પલાઇન શરૂ કરવા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાયો છે.
Source link
