Final Up to date:
રણવીર સિંહ સ્ટારર ધુરંધર મૂવીએ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચી દીધો છે. રિલીઝના 75 દિવસ પછી પણ ફિલ્મ શાનદાર રન કરી રહી છે. ભારતમાં આ મૂવીએ રેકોર્ડબ્રેક કમાણી કરી છે.
રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર’ મૂવી બોક્સ ઓફિસ પર તોફાન મચાવી દીધું છે. 5 ડિસેમ્બર 2025 ના રોજ રિલીઝ થયેલી આ એક્શન સ્પાઇ થ્રિલર હાલમાં પણ થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે. રિલીઝના બે મહિના પછી પણ ફિલ્મનો ક્રેઝ ઓછો થયો નથી. 17 ફેબ્રુઆરીના રોજ ફિલ્મના નિર્માતાઓએ ઘોષણા કરી કે ‘ધુરંધર’ એ સિનેમાઘરોમાં 75 દિવસ પૂરા કરી લીધા છે. જો કે આ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. મેકર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરી છે.
પ્રોડક્શન હાઉસ બી62 સ્ટુડિયોએ એક્સ પર પોસ્ટર શેર કરીને લખ્યું કે, ‘ધુરંધર’ એનર્જી અને તમારા ઘાતક પ્રેમ પર ચાલી રહી છે. સિનેમાઘરોમાં #‘ધુરંધર’ ની જીત 75 દિવસ. ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ ચૂકી છે અને દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે.
બોક્સ ઓફિસ પર કરી ઐતિહાસિક કમાણી
‘ધુરંધર’ ફિલ્મએ ભારતમાં અત્યાર સુધીમાં 838.32 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ પહેલી બોલિવૂડ ફિલ્મ છે જેણે ભારતમાં 800 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. વર્લ્ડવાઇડ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મ 1300 કરોડ રૂપિયાથી વધારે કમાણી કરી ચૂકી છે. આ જવાન અને પુષ્પા 2 હિન્દી વર્ઝનના રેકોર્ડ તોડી દીધા છે. 150 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મએ અત્યાર સુધીમાં સૌથી વધારે કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની છે.
ઓટીટી રિલીઝ પછી થિયેટરોમાં રોનક
ખાસ વાત તો એ છે કે 30 જાન્યુઆરી 2026 ના રોજ ફિલ્મએ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ચૂકી છે, પરંતુ ત્યારબાદ દર્શકો તેને થિયેટરમાં જોવા જઈ રહ્યા છે. ફિલ્મએ સતત 28 દિવસ સુધી 10 કરોડથી વધારે કલેક્શન કર્યું હતું, જે એક રેકોર્ડ છે.
આમ, વાત કરવામાં આવે તો રણવીર સિંહ અને અક્ષય ખન્નાની ફિલ્મ 30 જાન્યુઆરીના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ત્યારથી આ પ્લેટફોર્મ ચાર્ટ્સ પર છવાઈ ગઈ છે. આદિત્ય ઘરના એક્શન થ્રિલરનો બીજો પાર્ટ ‘ધુરંધર 2’ ના સ્ટ્રીમિંગ સાઇટ્સમાં એક મોટો બદલાવ થયો છે. ‘ધુરંધર 2’ પહેલાં પાર્ટની જેમ નેટફ્લિક્સ પર રિલીઝ નહીં થાય, પરંતુ બીજા ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે.
Mumbai,Maharashtra

