દેવભૂમિ દ્વારકા એસપી નિતેશ પાંડેયના જણાવ્યા અનુસાર બનાવ સંદર્ભે જીલ પંચમતીયાના કોર્ટમાંથી રિમાન્ડ મેળવી વધુ તપાસ કરતા જીલના રહેણાંક મકાન ખાતેથી જે વસ્તુઓ મળી આવી તેનું લિસ્ટ નીચે આપવામાં આવેલું છે.
1 SAB DIVISIONAL MAGISTRATE SDM લખેલ લાલ કલરની નંબર પ્લેટ
2 GOVERNMENT OF INDIA SUPERINTENDENT EMERGENCY DIVISION અશોક સ્તંભ વાળું લાલ કલરનું બોર્ડ
3 DR JHEEL PANCHMATIYA COMMISSIONRATE OF MEDICAL EDUCATION લખેલું બોર્ડ ઉપરાંત
4 DR JHEEL PANCHMATIYA HEAD OFF PSYCHOLOGY DEPARTMENT
5 THE GUJARAT MEDICAL COUNCIL નું જીલ પંચમતીયાના નામનું સર્ટિફિકેટ
6 જે. બી. પંચમતીયાના નામે એડિશનલ કલેક્ટર અને એડિશનલ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ રાજકોટ દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલ જાહેર પરિપત્ર
7 એડિશનલ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ રાજકોટ દ્વારા જે. બી. પંચમતીયાને ઇસ્યુ કરેલ પ્રોટોકોલ સર્ટિફિકેટ
8 ભારત સરકાર આપાતકાલીન વિભાગ સ્વાસ્થ્ય અને મેડિકલ વિભાગનું ડોક્ટર જીલ પંચમતીયાના નામનું ફોટો વાળું ઓળખકાર્ડ
9 ગુજરાત સરકારનું મિનિસ્ટ્રી ઓફ હેલ્થ વેલ્ફેરનું ઓળખકાર્ડ
10 એડિશનલ કલેક્ટર એન્ડ એડિશનલ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટનું ઓળખ કાર્ડ
11 GOVERNMENT OF INDIA EMERGENCY DIVISION HEALTH AND MEDICINE DEPARTMENT વિભાગ દ્વારા ઇશ્યૂ કરેલ ઓથોરાઇઝ પરમિશન લેટર
12 ADDITIONAL DISTRICT MAGISTRATE AND RESIDENT ADDITIONAL COLLECTOR RAJKOT દ્વારા કરેલ સર્ટિફિકેટ ઓફ પ્રોટોકોલ લેટર
13 એક ગ્લોક પિસ્તોલ જેવી દેખાતી એર પિસ્તોલ મળી આવી
14 સરકારી વાહનોમાં લાગતી હોય તેવી સિરીઝની બનાવટી નંબર પ્લેટ તેમજ અલગ અલગ વિભાગોના સ્ટેમ્પ પણ મળી આવેલા છે.
જે ચીજ વસ્તુ તથા દસ્તાવેજ રેકર્ડ મળી આવેલ છે તે તમામ બનાવટી હોવાનું સામે આવ્યું છે. તેમજ પોતે ક્યારેય પણ આ પ્રકારના કોઈ પણ હોદ્દા ધરાવતો નહીં હોવાની હકીકત પણ સામે આવી છે. પોતાની અલગ અલગ સરકારી હોદ્દેદાર તરીકેની ઓળખ આપી કેટલાક લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું પણ સામે આવ્યું છે. જે બાબતે જામખંભાળિયા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા રાજકોટ ખાતે રહેતા કેતન દેસાઈ સાથે પોતે જામનગર મેડિકલ કોલેજના ડીન હોવાની ઓળખ આપી તેમના દીકરા સાથે જામનગર મેડિકલ કોલેજમાં એડમિશન કરાવી દેવાનું કહી 48,54,880 રૂપિયા જેટલી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ, છેતરપિંડી, તેમજ ફોર્જરી, પ્રાઇવેટ વાહનોમાં અધિકારીઓના બોર્ડ લગાવવા તેમજ બનાવટી સરકારી અધિકારીઓના પોતાના નામના ઓળખકાર્ડ બનાવવા બાબતે જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જામખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા આઠ જેટલા ગુના આરોપી વિરુદ્ધ નોંધવામાં આવ્યા છે.
Dwarka,Jamnagar,Gujarat
March 27, 2025 11:27 PM IST