દ્વારકાના દરિયામાં 12 જેટલા ઊંટનું ટોળું ક્યાંથી આવ્યું?

દ્વારકાના દરિયામાં 12 જેટલા ઊંટનું ટોળું ક્યાંથી આવ્યું?

ધર્મ RELIGION
Spread the love



પાણીમાં એક સાથે 12 જેટલા ઊંટનું ઝૂંડ જોવા મળતાં બધા આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. આ દ્રશ્યો દ્વારકાના વાડિનારના છે, જ્યાં જેટી પર આ રીતે કેટલાક ઊંટ પાણીમાં તણાઈ આવ્યાનો દાવો કરાઈ રહ્યો છે. વાડીનારના દીન દયાળ પોર્ટ પર ઊંટનું ઝૂંડ જોવા મળતાં તંત્ર દોડતું થયું. માલધારીઓને સાથે રાખીને પાણીમાં ફસાયેલા ઊંટને એક એક કરીને બહાર કાઢવામાં આવ્યા. દરિયામાં આ રીતે ઊંટ ક્યાંથી આવ્યા એ સવાલનો જવાબ હજુ મળ્યો નથી. જોકે, દાવો કરાઈ રહ્યો છે કે ઊંટ તણાઈને અહીં સુધી પહોંચ્યા છે. પરંતુ આ દાવા અંગે સત્તાવાર કોઈ પુષ્ટિ નથી નથી. ઊંટ કોના છે અને ક્યાંથી આવ્યા છે એ અંગે તંત્રએ વધુ તપાસ શરૂ કરી છે..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *