દ્વારકા જિલ્લામાંથી ફરી દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી ઝડપાઈ છે, ભાણવડ પોલીસને બાતમી મળતા કસારિયા નેસ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી 1400 લીટર કાચો આથો, 100 લીટર તૈયાર દેશી દારૂ તેમજ દારૂ બનાવવાના વિવિધ સાધનો સહિત કુલ ₹56,000નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. આ ભઠ્ઠી કસારિયા નેસ પાસે આવેલા તળાવ નજીક જંગલી વિસ્તારમાં ગુપ્ત રીતે ચલાવવામાં આવતી હતી. મહત્વનું છે કે દરોડા દરમિયાન આરોપી અમરા દાના મોરી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ભાણવડ પોલીસે તેની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે અને ફરાર આરોપીને પકડવાના પ્રયાસો ચાલુ છે.
Source link
