Final Up to date:
આજે વિપક્ષી પાર્ટીના સાંસદોએ LPG સિલિન્ડરના કથિત સંકટ પર સંસદમાં પ્રોટેસ્ટ કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર પેટ્રોલ અને એલપીજીના સ્ટોકને લઈને ખોટું બોલી રહી છે. જનતાને ગુમરાહ કરી રહી છે.
Loksabha Session: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ બુધવારે રદ થઈ ગયો હતો. તેના પર સદનમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો, પણ ધ્વનિ મતથી તે રદ કરવામાં આવ્યો. છેલ્લા ચાર દાયકામાં આ પહેલી વાર હતું જ્યારે કોઈ સ્પીકરને પદ પરથી હટાવવા માટે આવો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હોય. ગુરુવારે એટલે કે 12 માર્ચના રોજ ઓમ બિરલા ફરીથી સદનમાં લોકસભા અધ્યક્ષની ખુરશી પર વિરાજમાન થયા હતા. જો કે સદન શરૂ થતાં જ હોબાળાના કારણે બાર વાગ્યા સુધી સદન સ્થગિત કરી દીધું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકારને LPGની કમીના નિવારણ માટે તૈયાર રહેવા કહ્યું છે અને ચર્ચા કરવા માટે નોટિસ આપી છે. રાહુલ ગાંધીની નોટિસ બાદ સંસદ ગેસ સંકટ પર ચર્ચા કરવા માટે તૈયાર થઈ. પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ આજે સંસદમાં તેના પર જવાબ આપ્યો. ચર્ચાની શરૂઆત રાહુલ ગાંધીએ કરી હતી.
ઈઝરાયેલ અને ઈરાનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારત પર પણ પડી રહી છે. દેશમાં એલપીજી ગેસની તંગીના સમાચારો વચ્ચે સરકાર તરફથી મોટું નિવેદન આવ્યું છે. દેશમાં ગેસ અને ક્રૂડ ઓઈલની સપ્લાય એકદમ સુરક્ષિત છે. એલએનજીના બે કાર્ગો ભારત તરફ આવી રહ્યા છે, જે ટૂંક સમયમાં દેશમાં પહોંચી જશે.
મંત્રાલયનું કહેવું છે કે એલપીજી સિલિન્ડરની ગભરાહટમાં બુકિંગ કરવાની જરૂર નથી. જો કે હાલમાં દેશમાં કેટલાય શહેરોમાં ગેસ સિલિન્ડર માટે લાંબી લાઈનો દેખાઈ રહી છે. લોકોમાં સિલિન્ડર લેવાની હોડ લાગી છે. લોકો સિલિન્ડર લેવા માટે મારપીટ કરી રહ્યા છે. સ્થિતિ એવી ખરાબ છે કે લોકો ગેસ સિલિન્ડરની જમાખોરી કરવા લાગ્યા છે. જેને જોઈ હવે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સરકારે જમાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

