Final Up to date:
સોશિયલ મીડિયા પર એક લગ્નનો વીડિયો વાયરલ થયો છે, જેમાં લગ્નમાં જાન આવી હતી તે જ સમયે દુલ્હન છુપાઈને બહાર નીકળે છે અને પછી જાનમાં ઘુસીને જોરદાર ડાન્સ કરે છે. જેથી આ વીડિયો સોશિયલ મીડિયા પર યુઝર્સને ઘણો પસંદ આવ્યો છે.
સોશિયલ મીડિયા પર લગ્નની સીઝનમાં વીડિયો વાયરલ ન થાય તેવું તો ક્યારેય બનતું નથી. હાલ સોશિયલ મીડિયા પર લગ્નનો એક એવો વીડિયો વાયરલ થયો છે, જે જોઈને લોકો ઘણા ખુશ થઈ ગયા છે. વીડિયો તે સમયનો છે જ્યારે જાન મંડપ સુધી પહોંચી ગઈ હતી. જોકે તે જ સમયે દુલ્હને કંઈક એવું કર્યું જે જોઈને તમે પણ નવાઈ પામી જશો. જોકે આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ દુલ્હનના વખાણ કરી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે જાન બહાર આવી ગઈ છે. તે જ સમયે દુલ્હન ધીરે રહીને બહાર નીકળે છે. તે લોકોથી છુપાઈને જાનમાં ઘુસી જાય છે અને પછી મેરે સૈયા સુપરસ્ટાર ગીત પર ડાન્સ કરવા લાગે છે. આ દુલ્હનનું નામ ખુશી છે. ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો વરરાજા અને દુલ્હનના જોઈન્ટ એકાઉન્ટ @shushi.st0ry પરથી અપલોડ કરવામાં આવ્યો છે.
ચશ્મા પહેરીને જ્યારે દુલ્હન જાનની અંદર ઘુસે છે તે જોઈને લોકો પણ નવાઈ પામી જાય છે. બાદમાં તે વરરાજાની ગાડીની સામે નાચવા લાગે છે. જોકે સૌથી જોરદાર રિએક્શન તે સમયે વરરાજાનું હોય છે. વરરાજા તે સમયે તેને જોતો જ રહી જાય છે. જોકે બાદમાં તે ગાડીમાંથી નીચે આવીને નીચે ઉતરીને ઊભો રહી જાય છે અને પછી નાચવા લાગે છે.
આ વીડિયોને અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા પર 22 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. સાથે જ આ વીડિયોને લઈને યુઝર્સ દ્વારા પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે, જેમાં મોટા ભાગના યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પર દુલ્હન અને વરરાજાના ડાન્સના કોમેન્ટમાં વખાણ કરવામાં આવ્યા છે.
(નોંધ: જો આ વીડિયોને વાપરવાને લઈને યુઝરને કોઈ આપત્તિ હોય તો તે તેને હટાવવા માટે તે ન્યૂઝ 18 ગુજરાતીને સંપર્ક કરી શકે છે)
Feb 11, 2026 11:52 PM IST

