Final Up to date:
અમેરિકા-ઈઝરાયેલ સાથે ઈરાનની જંગ સતત વધવાના કારણે દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધની અણીને આવીને ઊભી છે. પરમાણુ યુદ્ધના એક્સપર્ટ્સ અને એક નવી વૈજ્ઞાનિક સ્ટડી અનુસાર, જો દુનિયાભરની 12 હજાર ન્યુક્લિયર મિસાઈલનો ઉપયોગ થાય છે, તો લગભગ 5 અબજ લોકોના મોત થશે અને આખી ધરતી ન્યુક્લિયર વિન્ટર એટલે કે પરમાણુ શીતની ચપેટમાં આવી જશે. દુનિયામાં 10 વર્ષ સુધી બરફનો વરસાદ થશે. એક અનુમાન અનુસાર, દુનિયામાં જો પરમાણુ યુદ્ધ થાય તો ખાલી બે એવા દેશ છે, જે બચી જશે, પણ ત્યાં પણ જીવન સરળ તો નહીં જ હોય.
