દુનિયાને કન્ફ્યૂઝ કરી રહ્યા છે ટ્રમ્પ: એક તરફ ઈરાનને ખતમ કરવાનો દાવો, બીજી તરફ બચાઓ બચાઓનો નારો

દુનિયાને કન્ફ્યૂઝ કરી રહ્યા છે ટ્રમ્પ: એક તરફ ઈરાનને ખતમ કરવાનો દાવો, બીજી તરફ બચાઓ બચાઓનો નારો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં નાટકીય અંદાજમાં કહ્યું કે, અમેરિકાએ ઈરાનની મિલિટરીને ખતમ કરી નાખી છે, પણ બીજી જ ક્ષણે તેઓ ડરતા કહ્યું કે, ઈરાન એક-બે ડ્રોન મોકલી રહ્યા છે, માઈન પાથરી શકે છે, અથવા મિસાઈલ છોડી શકે છે.

News18
News18

વોશિંગ્ટન: જિયો પોલિટિક્સમાં દુનિયાના સૌથી પાવરફુલ દેશના રાષ્ટ્રપતિ બનેલા ટ્રમ્પ, દુનિયામાં તણાવ ફેલાવવા માટે કોઈ ને કોઈ બહાનું શોધી કાઢે છે. પહેલા ટેરિફ વોરથી કેટલાય દેશોને હેરાન કર્યા અને પછી મિડલ ઈસ્ટમાં જંગ છંછેડી ઓઈલ પર હાહાકાર મચાવી દીધો. ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે સોશિયલ મીડિયા પર ટ્રમ્પે એક એવી પોસ્ટ લખી છે, જેને વાંચી ડિફેન્સ એક્સપર્ટ્સ પોતાનું માથું પકડી રહ્યા છે. ટ્રમ્પનો દાવો છે કે તેમણે ઈરાનની સૈન્ય તાકાતને 100 ટકા ખતમ કરી નાખી છે, પણ તેની સાથે તેઓ દુનિયાભરના દેશો પાસેથી બચાવો-બચાવોની મદદ પણ માગી રહ્યા છે. ટ્રમ્પની આ પોસ્ટમાં એટલો વિરોધાભાસ છે કે સમજાતું નથી કે તેઓ ઈરાનને ડરાવી રહ્યા છે કે પોતાની ફજેતી કરાવી રહ્યા છે.

અમે ઈરાનને ખતમ કરી નાખ્યું, પણ તે ડ્રોન મારી રહ્યા છે

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં નાટકીય અંદાજમાં કહ્યું કે, અમેરિકાએ ઈરાનની મિલિટરીને ખતમ કરી નાખી છે, પણ બીજી જ ક્ષણે તેઓ ડરતા કહ્યું કે, ઈરાન એક-બે ડ્રોન મોકલી રહ્યા છે, માઈન પાથરી શકે છે, અથવા મિસાઈલ છોડી શકે છે. હવે ડિફેન્સ એક્સપર્ટ્સ સમજી નથી શકતા કે જો કોઈ દેશની સેના 100 ટકા ખતમ થઈ ગઈ છે તો તે ડ્રોન અને મિસાઈલ ક્યાંથી લાવી રહ્યા છે?

ટ્રમ્પે એલાન કર્યું કે તે ઈરાનની તટરેખા પર બોમ્બનો વરસાદ કરી દેશે અને તેમના જહાજોને પાણીમાંથી બહાર ઉડાવી દેશે, પણ સાથે જ ચીન, ફ્રાન્સ, જાપાન અને સાઉથ કોરિયા અને બ્રિટનને યાદ અપાવી રહ્યા છે કે ભાઈ, તમે પણ તમારા જહાજ મોકલી દો, નહીંતર હોર્મુઝ બંધ થઈ જશે.

ટ્રમ્પની ગ્લોબલ આજીજી

ટ્રમ્પ ઈચ્છે છે કે હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું રાખવા માટે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા અને યુકે જેવા દેશોને પોતાના જહાજ મોકલવાની વાત કહી રહ્યા છે. જે ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટનો નારો આપતા હતા, તેઓ હવે ચીન અને જાપાનને કહી રહ્યા છે કે ભાઈ, આ તમારો પણ મામલો છે, હાથ લાંબો કરો.

ટ્રમ્પ તેને આર્ટિફિશિયલ અડચણ ગણાવી રહ્યા છે, લોકોનું કહેવું છે કે તમે દુશ્મનનું માથું વાઢી લીધું છે, તો પછી આ ખતરો આર્ટિફિશિયલ કેવી રીતે થયો?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *