દુનિયાના આ દેશોમાં પાણી કરતાં પણ સસ્તું મળે છે પેટ્રોલ, કિંમત જાણીને વિશ્વાસ નહીં આવે!

દુનિયાના આ દેશોમાં પાણી કરતાં પણ સસ્તું મળે છે પેટ્રોલ, કિંમત જાણીને વિશ્વાસ નહીં આવે!

વર્લ્ડ WORLD
Spread the love


From Iran to Kuwait Which Country Offers the Cheapest Petrol Amid Global TensionsFrom Iran to Kuwait Which Country Offers the Cheapest Petrol Amid Global Tensions

મધ્ય પૂર્વમાં વધતા જતા ભૌગોલિક-રાજકીય તણાવ અને ઈરાન, ઈઝરાયેલ તથા અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના બજારમાં હલચલ મચી ગઈ છે. ગલ્ફ દેશો જે વિશ્વના તેલના ભંડાર ગણાય છે, ત્યાં પણ યુદ્ધની અસરો દેખાવા લાગી છે. જોકે, નવાઈની વાત એ છે કે, દુનિયાભરમાં તેલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, ત્યારે કેટલાક ગલ્ફ દેશો એવા પણ છે જ્યાં આજે પણ પેટ્રોલ પાણીના ભાવે મળી રહ્યું છે. ગલ્ફ દેશોમાં પેટ્રોલના ભાવમાં મોટો તફાવત જોવા મળે છે. સામાન્ય રીતે કુવૈત અને કતાર જેવા દેશોમાં પેટ્રોલના ભાવ સૌથી ઓછા હોય છે. તેનું મુખ્ય કારણ ત્યાંનું વિપુલ પ્રમાણમાં તેલ ઉત્પાદન અને સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી છે. ઈરાન પોતે એક મોટું તેલ ઉત્પાદક રાષ્ટ્ર હોવાથી ત્યાં સ્થાનિક ભાવ અત્યંત નીચા છે, પરંતુ યુદ્ધની સ્થિતિમાં સપ્લાય ચેઇન ખોરવાઈ જવાનો ડર સતત તોળાઈ રહ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *