તો આ કારણે મજૂર ગામે પોલીસ કોન્સ્ટેબલ પર થયો હતો જીવલેણ હુમલો! ત્રણની ધરપકડ

તો આ કારણે મજૂર ગામે પોલીસ કોન્સ્ટેબલ પર થયો હતો જીવલેણ હુમલો! ત્રણની ધરપકડ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

અમદાવાદના મજૂરગામ પાસે ત્રણ આરોપીઓએ પોલીસ કોન્સ્ટેબલ જયવર્ધન પરમારને ‘અમારા ધંધાની બાતમી કેમ આપે છે’ કહીને તલવાર અને લાકડાના દંડાથી હુમલો કર્યો હતો. જે મામલે કાગડાપીઠ પોલીસે ત્રણની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ત્રણ શખ્સોની ધરપકડ
ત્રણ શખ્સોની ધરપકડ

અમદાવાદમાં અસામાજિક તત્વો જાણે કે બેફામ બન્યા છે. હવે તો આવા તત્વોને જાણે કે પોલીસનો પણ કોઈ ડર ન હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે આ તથ્યને સાબિત કરતી એક ઘટના તાજેતરમાં અમદાવાદના મજૂર ગામ પાસે બની હતી. જ્યાં શખ્સોએ ભેગા મળીને પોલીસ કર્મચારીને જ માર માર્યો હતો. ‘અમારા ધંધાની બાતમી બધાને કેમ આપે છે’ તેમ કહીને આરોપીઓએ પોલીસ કર્મચારીને માર માર્યો હતો. તે મામલે પોલીસે ગુનો દાખલ કરીને હાલ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.

વિગતે વાત કરીએ તો, ગત 2મી માર્ચને સોમવારના દિવસે અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂરગામ પાસે આવેલ એકતાનગરની ચાલી પાસે ઘરેથી નોકરી પર જવા માટે નીકળેલા પોલીસ કર્મચારી શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર એફ કંપનીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા જયવર્ધન પરમારને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી.

ઘટના દરમિયાન મજૂરગામ એકતાનગરની ચાલી પાસે ભાવેશ રાઠોડ, પિયૂષ ઉર્ફે પેપ્સી રાઠોડ અને દિવ્યાંગ બાજક નામના ત્રણ આરોપીઓએ ભેગા મળીને પોલીસ કર્મચારી જયવર્ધન પરમારને માર માર્યો હતો, જેથી પોલીસ કર્મચારી જયવર્ધન પરમારને માથાના ભાગે ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા કાગડાપીઠ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓની હાલ ધરપકડ કરી છે.

વધુમાં આરોપીઓની પૂછપરછમાં તેઓએ આખી ઘટનાનો ચિતાર વર્ણવ્યો છે. જે મુજબ, જ્યારે પોલીસ કર્મચારી નોકરીએ જઈ રહ્યા હતા તે દરમિયાન ભાવેશ રાઠોડે તેને રોક્યો હતો અને ‘ગઈકાલે તું બહુ કલર કરતો હવે બોલ તારે શું કરવું છે, તું અમારા ધંધાની બાતમી કેમ બધાને આપે છે, તું જો હું મારા ભાઈ પેપ્સી રાઠોડ અને દિવ્યાંગને બોલાવું છું.’ કહી ધમકાવવાનું શરૂ કર્યું હતું.

જોકે વળતા જવાબમાં પોલીસ કોન્સ્ટેબલ જયવર્ધન પરમારે કહ્યું હતું કે, ‘તારા ધંધા બાબતે મને કંઈ ખબર નથી, અને મેં કોઈએ બાતમી આપી નથી.’ આવી સામાન્ય બોલાચાલી દરમિયાન પેપ્સી રાઠોડ તલવાર તેમજ દિવ્યાંગ લાકડાનો દંડો લઈને બનાવ સ્થળે આવ્યા હતા અને પોલીસ કર્મીને માર માર્યો હતો. જ્યારે ભાવેશ ક્યાંકથી લાકડાનો દંડો લઈને તેને માથાના ભાગે મારી દીધો હતો.

આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ પોલીસ કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલે ઉમેર્યું કે, કાગડાપીઠ પોલીસ દ્વારા 1લી માર્ચના દિવસે આરોપી પેપ્સી રાઠોડ વિરુદ્ધમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો. જ્યારે અગાઉ પણ તેની વિરુદ્ધમાં 5 જેટલા પ્રોહિબિશન અને એક મારામારીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. ત્યારે હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *