તારક મહેતા શોથી દર્શકો ધરાઈ ગયા, TRPમાં આ શો બાજી મારી ગયું, નંબર 1થી સીધો 10માં નંબરે

તારક મહેતા શોથી દર્શકો ધરાઈ ગયા, TRPમાં આ શો બાજી મારી ગયું, નંબર 1થી સીધો 10માં નંબરે

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં શો હવે ધીરે ધીરે દર્શકોથી દૂર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ટીઆરપીમાં પહેલા નંબરે રહેવા વાળો આ શો 10માં નંબરે પહોંચી ગયો છે. જાણો પહેલા નંબર પર હાલ કયો શો છે.

તારક મહેતા શોની ટીઆરપી ઘટી
તારક મહેતા શોની ટીઆરપી ઘટી

ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા કેટલાય વર્ષોથી દર્શકોના દિલો પર રાજ કરે છે. આ શોમાં દરેક કેરેક્ટરે પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ શોની ટીઆરપી પણ ટોપ પર છે. જોકે હવે ધીરે ધીરે દર્શકોની પસંદ બદલાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણકે હવે આ શોની ટીઆરપી રેટીંગમાં ફેરફાર જોવા મળ્યા છે. બાર્કની ચોથા સપ્તાહની ટીઆરપી રેટીંગમાં મોટા બદલાવ જોવા મળ્યા છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બદલે હવે ક્યોકી સાસ ભી કભી બહૂથી નંબર 1 શો બન્યો છે. બીજી તરફ નાગીન 7ની રેટિંગમાં પણ બદલાવ જોવા મળ્યો છે. પરંતુ આ બધામાં સૌથી શોકિંગ પોઝિશન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની છે. આ વખતે પોપટલાલના લગ્નની થીમ દર્શકો પર જાદુ ન કરી શકી. ટોપ 10માં કયા શો છે તેના વિશે આજે અમે તમને જણાવીશું.

ક્યોકી સાંસ ભી કભી બહૂ થીમાં જે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળ્યા છે. તેને લઈને ફેન્સ ઘણા એક્સાઈટેડ છે. આ શો ગત સપ્તાહે બીજા નંબરે હતો પરંતુ આ વખતે તે બાજી મારી ગયો છે. સિરીયલમાં ડિવોર્સનો ટ્રેક લોકોને પસંદ આવ્યો. બીજી તરફ તુલસી પણ શાંતિ નિકેતનમાં પરત આવી ગઈ છે. શોમાં આગળ વધુ નવા ધમાકા જોવા મળશે. જેમાં તુલસીના મર્ડરની પ્લાનિંગ થશે નોયના અને તુલસીને એકજ ઘરમાં જોવી દર્શકો માટે રસપ્રદ રહેશે. અનુપમાની ટીઆરપીમાં પણ વધારો થતો જોવા મળ્યો છે. શો ત્રીજા નંબરથી બીજા નંબર પર આવી ગયો છે.

નાગિન 7 શો ગત સપ્તાહે પહેલા નંબરે પર હતો પરંતુ આ શોની ટીઆરપીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. શો ત્રીજા નંબર છે નંબર 4 પર તુમ સે તુમ તક, નંબર 5 પર લાફ્ટર શેફ ફાઈનલ ફેસ ઓફ રહ્યો, છઠ્ઠા નંબર વસુધા, 7માં નંબર પર ગંગા ભાઈકી બિટિયા, 8માં નંબર પર ઉડને કી શાશા સપનો કા સફર, 9માં નંબર પર રિશ્તા ક્યા કહેલાતા હે અને 10માં નંબર પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ જગ્યા બનાવી છે. ગત સપ્તાહે તારક મહેતા શો 12માં નંબરની પોઝિશન પર હતો.

ઉલ્લેખનીય છે, કે તારક મહેતા શોમાં જયપુર મહોત્સવનો ખાસ સેગમેંટ તૈયાર કરવામાં આવ્યો હતો. આમાં પોપટલાલના લગ્નનો ટ્રેક પણ તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે દર વખતે એક જ ટાઈપની સ્ટોરી દર્શકોને પસંદ નથી આવી રહી તે સ્પષ્ટ દેખાઈ રહી છે. પોપટલાલના લગ્ન દર વખતની જેમ આ વખતે પણ ન થઈ શક્યા. બીજી તરફ દર્શકોએ પણ આ વખતે શોમાં ખાસ રસ ન દાખવ્યો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *