Final Up to date:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 20 ગણા વધુ શક્તિશાળી હુમલાની તો ચેતવણી આપી જ છે, પણ સાથોસાથ તેઓ ચીનને પણ આ યુદ્ધમાં ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તણાવના કારણે આ હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે, અહીં અનેક દેશોના જહાજો ફસાયા છે, જેમાં ભારત પણ સામેલ છે. કોઈ પણ દેશ આ મુદ્દે ખુલ્લેઆમ બોલવા તૈયાર નથી, જ્યારે ઈરાનનો દાવો છે કે હોર્મુઝ સ્ટ્રેટ તેના નિયંત્રણમાં છે.
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. નેતન્યાહુ-ટ્રમ્પ બંને સંયુક્ત રીતે પોતપોતાની સૈન્ય તાકાતથી ઈરાનને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે આગળ વધી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકા જેવું વિચારી રહ્યું છે બધુ એ રીતે નથી ચાલી રહ્યું. ટ્રમ્પ હવે વિચારી રહ્યા છે કે તેમને ઈરાનના સૌથી નજીકના મિત્ર ચીનનો સાથ મળી જાય અને ઈરાન સાવ એકલું પડી જાય. આ માટે ટ્રમ્પે એક પ્લાન ઘડ્યો છે અને એ છે હોર્મુઝ સ્ટ્રેટ રૂટ, જ્યાંથી તેલની આયાત-નિકાસ થાય છે, પણ શું આ વિકલ્પથી ટ્રમ્પની મુશ્કેલી દૂર થશે? ચાલો વિસ્તારથી સમજીએ…
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સૌથી વધુ ચર્ચામાં હોર્મુઝ સ્ટ્રેટ રૂટ છે. ઈરાન પહેલેથી જ અમેરિકાને ચેતવણી આપી રહ્યું છે અને જેમ જેમ આ મુદ્દે તણાવ વધી રહ્યો છે, તેમ તેમ અમેરિકાની ધીરજ પણ તૂટી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 20 ગણા વધુ શક્તિશાળી હુમલાની તો ચેતવણી આપી જ છે, સાથોસાથ તેઓ ચીનને પણ આ યુદ્ધમાં ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તણાવના કારણે આ હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે, અહીં અનેક દેશોના જહાજો ફસાયા છે, જેમાં ભારત પણ સામેલ છે. કોઈ પણ દેશ આ મુદ્દે ખુલીને બોલવા તૈયાર નથી, જ્યારે ઈરાનનો દાવો છે કે હોર્મુઝ સ્ટ્રેટ રૂટ તેના કંટ્રોલમાં છે. એવા સમયે ટ્રમ્પે ચીનને હોર્મુઝ સ્ટ્રેટની ઓફર આપીને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે. કારણ કે આ રૂટ પરથી 40% તેલનો ભાગ ચીનને મળે છે, અને જો ચીન અમેરિકા-ઈરાનની વચ્ચે આવે છે તો ટ્રમ્પ આ રૂટને નેસ્તનાબુત કરી દેશે. જેનાથી ચીન સહિત અનેક દેશોને મોટો ફટકો પડી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ટ્રુથ સોશિયલ મીડિયા પર લખ્યું છે તેના પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે યુદ્ધ તેમની ગણતરી મુજબ નથી ચાલી રહ્યું. તેમણે ચીનને એક ઓફર આપતાં લખ્યું- “જો ઈરાન એવું કંઈ કરે, જેના કારણે હોર્મુઝમાં તેલની અવરજવર અટકી જાય, તો અમેરિકા અત્યાર સુધીના હુમલાથી 20 ગણો શક્તિશાળી હુમલો કરશે. અમે એવા ઠેકાણાઓને પણ નષ્ટ કરી દઈશું, જેને તબાહ કરવા સરળ છે અને ઈરાનને ફરી એક દેશ તરીકે ઉભરવું અશક્ય બની જશે. ઈરાન પર મૃત્યુ, આગ અને વિનાશ વરસશે. હું આશા રાખું છું કે આવું ન થાય.”
Trump on Strait of Hormuz:
I wish to maintain it open. I wish to maintain it good. It doesn’t pertain to us as a lot because it does to China.We’re actually serving to China right here and different international locations, as a result of they get lots of their vitality from the straits.
However look, we’ve a great relationship… pic.twitter.com/wb19RgtBX3
— Conflict Report (@clashreport) March 9, 2026
હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાનો સૌથી મહત્વપૂર્ણ તેલનો દરિયાઈ માર્ગ છે. અહીંથી દરરોજ લગભગ 20% વૈશ્વિક તેલ અને મોટી માત્રામાં LNG પસાર થાય છે. આ માર્ગથી મોટાભાગના ખાડી (ગલ્ફ) દેશો સાઉદી અરબ, ઈરાક, UAE, કૂવૈત, કતાર અને ઈરાન તેલની નિકાસ કરે છે. ચીન હોર્મુઝથી આવતો તેલનો સૌથી મોટો ખરીદનાર દેશ છે. અહીંથી આવતો કુલ ઓઈલ ફ્લોનો 37.7% ભાગ ચીનને જાય છે અને લગભગ 5.4 મિલિયન બેરલ તેલ દરરોજ ચીન અહીંથી આયાત કરે છે. આ માર્ગથી ભારત, જાપાન, દક્ષિણ કોરિયા અને ચીન સહિત એશિયાઈ દેશોને 85-90% સુધી તેલ પહોંચે છે, જેમાંથી સૌથી વધુ, લગભગ 40% ભાગ ચીનને મળે છે. એટલે આ માર્ગથી ચીનને મોટો ફાયદો થાય છે અને એ જ કારણ છે કે અમેરિકા તેને હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઓફર આપી રહ્યો છે. હવે સવાલ એ છે કે શું ચીન ટ્રમ્પની આ ઓફરને સ્વીકારશે?
Mar 10, 2026 10:53 AM IST

