આંખો નીચે ડાર્ક સર્કલ ખૂબ જ સામાન્ય છે. ઊંઘનો અભાવ, ખાવામાં બેદરકારી, તણાવ, વૃદ્ધત્વ, ડિહાઇડ્રેશન અથવા સ્ક્રીન પર વધુ સમય વિતાવવાથી પણ ડાર્ક સર્કલ આવે છે. આંખો નીચે અને કુંડાળાએ વૃદ્ધત્વની નિશાની પણ માનવામાં આવે છે, પરંતુ આજના સમયમાં, યુવાનોમાં પણ કુંડાળા પડવાની સમસ્યા જોવા મળે છે. કિશોરાવસ્થાના બાળકોમાં પણ ડાર્ક સર્કલ થવાની સમસ્યા હોય છે. ઘણા લોકોમાં ડાર્ક સર્કલની સમસ્યા આનુવંશિક હોઈ શકે છે, તેથી તેને સંપૂર્ણપણે અટકાવવી થોડી મુશ્કેલ છે. આવા લોકોએ તેમની દિનચર્યા અને ત્વચાની સંભાળ પર વધુ ધ્યાન આપવું જોઈએ.