ટ્રોફી સાથે સૂર્યાએ અડાલજની વાવમાં કરાવ્યું ફોટોશૂટ

ટ્રોફી સાથે સૂર્યાએ અડાલજની વાવમાં કરાવ્યું ફોટોશૂટ

વર્લ્ડ WORLD
Spread the love



રાત્રે ટી20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ભારતીય ટીમના કેપ્ટર સૂર્યકુમાર યાદવ ગાંધીનગરમાં અડાલજની વાવ પર પહોંચ્યા અને વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું. ભારતીય ક્રિકેટ ટીમ સતત બીજી વખત T20માં વિશ્વ ચેમ્પિયન બની છે. ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી પછાડીને ભારતે ફરીથી આ ખિતાબ હાંસલ કર્યો છે. જેને લઈને ભારતભરમાં ક્રિકેટ ચાહકોમાં જોરદાર ઉત્સાહ છે. એટલા માટે જ સૂર્યકુમાર યાદવ જ્યારે અડાલજની વાવ પર પહોંચ્યા ત્યારે તેની ઝલક જોવા માટે બહાર સેંકડો ફેન્સ ઉભા હતા. સૂર્યાને જોઈને ચાહકોએ ઈન્ડિયા ઈન્ડિયાના નારા લગાવ્યા. સૂર્યાએ પણ તમામ ફેન્સનું અભિવાદન કર્યું અને ફોટોશૂટ માટે નીકળી ગયા. અડાલજની વાવ રાજ્યના મહત્વના હેરિટેજ સ્થળોમાંથી એક છે. દેશ-વિદેશના પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં મુલાકાતે ઉમટે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *