Final Up to date:
T20 World Cup 2026: આયરલૅન્ડના કેપ્ટન લોર્કન ટકરે ટી20 વર્લ્ડ કપમાં ઇતિહાસ રચી દીધો છે. લોર્કન ટકરે ભારતના પૂર્વ કેપ્ટન રોહિત શર્માનો એક રેકોર્ડ ધરાશાયી કર્યો છે.
T20 World Cup 2026: આયરલૅન્ડના કેપ્ટન લોર્કન ટકરે ટી20 વર્લ્ડ કપમાં ઇતિહાસ રચી દીધો છે. લોર્કન ટકરે ભારતના પૂર્વ કેપ્ટન રોહિત શર્માનો એક રેકોર્ડ ધરાશાયી કર્યો છે. જણાવી દઈએ કે, આયરલૅન્ડ અને ઓમાન વચ્ચે સિંહલી સ્પોર્ટ્સ ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડ કોલંબોમાં ટી20 વર્લ્ડ કપની મેચ રમાઈ રહી છે. આયરલૅન્ડ પહેલા બેટિંગ કરતા 5 વિકેટના નુકસાન પર 235 રન બનાવ્યા છે. આયરલૅન્ડનો આ ટી20iમાં હાઈએસ્ટ સ્કોર છે.
ટી20 વર્લ્ડ કપ 2026માં આયરલૅન્ડના કેપ્ટન લોર્કન ટકરે ઓમાન સામે 51 બોલમાં અણનમ 94 રનની ધમાકેદાર ઇનિંગ રમીને ઇતિહાસ રચ્યો. 184.31ના સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરતા ટકરે 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. આ ઇનિંગ સાથે ટકર ટી20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ રમનાર ખેલાડીઓની યાદીમાં રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. રોહિતે ટી20 વર્લ્ડ કપ 2024માં બ્રિજટાઉનમાં ઓસ્ટ્રેલિયા સામે 92 રન બનાવ્યા હતા.
આ યાદીમાં ક્રિસ ગેલ ટોપ પર છે. ગેલે ટી20 વર્લ્ડ કપ 2010માં ભારત સામે 98 રનની ઇનિંગ રમી હતી.
ટી20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે સૌથી મોટો વ્યક્તિગત સ્કોર
- 98 રન – ક્રિસ ગેલ vs ભારત (ટી20 વર્લ્ડ કપ 2010)
- 94 રન* – લોર્કન ટકર vs ઓમાન, કોલંબો (ટી20 વર્લ્ડ કપ 2026)
- 92 રન – રોહિત શર્મા vs ઓસ્ટ્રેલિયા, બ્રિજટાઉન (ટી20 વર્લ્ડ કપ 2024)
- 88 રન – ક્રિસ ગેલ vs ઓસ્ટ્રેલિયા, દ ઓવલ (ટી20 વર્લ્ડ કપ 2009)
- 85 રન – કેન વિલિયમસન vs ઓસ્ટ્રેલિયા, દુબઈ (ટી20 વર્લ્ડ કપ 2021)
ઓમાને ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી. પહેલા બેટિંગ કરવા આવેલા આયરલૅન્ડની શરૂઆત સારી રહી નહોતી. 25 રન સુધીમાં ટિમ ટેક્ટર અને રોસ અડેર આઉટ થઈ ગયા હતા. 45 પર હેરી ટેક્ટર અને 64 પર કર્ટિસ કેમ્ફર રૂપે ચોથી વિકેટ પડી હતી. એક સમયે ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, પરંતુ કેપ્ટન લોર્કન ટકરે ગારેત ડેલાની સાથે પાંચમી વિકેટ માટે 56 બોલમાં 101 રનની ભાગીદારી કરી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી અને ટીમનો સ્કોર 165 રન સુધી પહોંચાડી દીધો.
ડેલાની 30 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 56 રન બનાવી આઉટ થયો. ત્યારબાદ ટકરે જ્યોર્જ ડોકરેલ સાથે છઠ્ઠી વિકેટ માટે 19 બોલમાં 50 રનની ઝડપી પાર્ટનરશીપ કરી. ડોકરેલે 9 બોલમાં 5 છગ્ગાની મદદથી અણનમ 35 રન બનાવ્યા. છેલ્લી ઓવરમાં સ્ટ્રાઈક ન મળતાં ટકર સદી ચૂકી ગયો અને 51 બોલમાં 10 ચોગ્ગા તથા 4 છગ્ગાની મદદથી 94 રન પર અણનમ રહ્યો.

