ઝિમ્બાબ્વે સામે વેસ્ટઈંડીઝની ધુંઆધાર જીત: ભારત માટે મોટું નુકસાન, સેમીફાઈનલમાં પહોંચવા આવું કરવું પડશે

ઝિમ્બાબ્વે સામે વેસ્ટઈંડીઝની ધુંઆધાર જીત: ભારત માટે મોટું નુકસાન, સેમીફાઈનલમાં પહોંચવા આવું કરવું પડશે

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

india semi closing state of affairs after west indies win over Zimbabwe: વેસ્ટઈંડીઝની ઝિમ્બાબ્વે પર મોટી જીત બાદ ટી20 વર્લ્ડ કપ સુપર 8ની ગ્રુપ-1ની સેમીફાઈનલ સમીકરણ રોમાંચક થઈ ગયું છે. વેસ્ટઈંડીઝે સાઉથ આફ્રિકા સામે પણ મોટી જીત નોંધાવતા ગ્રુપમાં નંબર-1 પર કબજો જમાવી લીધો છે. વેસ્ટઈંડીઝની આ પ્રચંડ જીતે ટીમ ઇન્ડિયાની ટેન્શન વધારી દીધું છે.

News18
News18

નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપમાં સુપર-8ની ચોથી મેચમાં વેસ્ટઈંડીઝે ઝિમ્બાબ્વે પર મોટી જીત નોંધાવી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં વેસ્ટઈંડીઝે ઝિમ્બાબ્વેને 107 રનના વિશાળ અંતરથી હરાવ્યા છે. ટૉસ બાદ પહેલા બેટિંગ કરવા આવેલા શિમરન હેટમાયરની 85 રનની તોફાની ઇનિંગ્સથી વેસ્ટઈંડીઝે ટી20 વર્લ્ડ કપના ઇતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર કર્યો હતો. ટીમે 6 વિકેટ ખોઈને 254 રન બનાવી નાખ્યા. આ પહાડ જેવા મોટા સ્કોર હેઠળ ઝિમ્બાબ્વેની ટીમ દબાઈ ગઈ. વેસ્ટઈંડીઝના બોલર્સે ઝિમ્બાબ્વેની ઇનિંગ્સને 17.4 ઓવરમાં 147 રનમાં સમેટી લીધી. વેસ્ટઈંડીઝની શાનદાર જીતથી સેમીફાઈનલમાં પહોંચવાનો માર્ગ મોકળો કરી લીધો છે, પણ ભારત માટે મોટી ચિંતાનો વિષય આવ્યો છે. આવો જાણીએ, ભારતને હવે સેમીફાઈનલમાં પહોંચવા માટે શું કરવું પડશે.

વેસ્ટઈંડીઝ-ઝિમ્બાબ્વે મેચની ઝલક 

ઝિમ્બાબ્વે અને વેસ્ટઈંડીઝની વચ્ચે રમાયેલી ટી20 વર્લ્ડ કપની સુપર-8 મેચમાં રેકોર્ડનો વરસાદ થયો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં વેસ્ટઈંડીઝે 107 રનના મોટા અંતરથી મેચ જીતી લીધી. શિમરન હેટમાયરે 85 રનની તોફાની ઈનિંગ્સથી વેસ્ટઈંડીઝને 254 રનનો વિશાળ સ્કોર આપ્યો હતો. ત્યાર બાદ બોલર્સે ઝિમ્બાબ્વે પર ગાળીયો કસતા તેની ઈનિંગ્સ 17.4 ઓવરમાં 147 રન પર સમેટાઈ ગઈ હતી.

વેસ્ટઈંડીઝની જીત બાદ ગ્રુપ-1નું પોઈન્ટ ટેબલ

ગ્રુપ-1ની તમામ ટીમોએ હવે એક-એક મેચ રમી લીધી છે. વેસ્ટઈંડીઝની ટીમ ઝિમ્બાબ્વે સામે જીતથી ગ્રુપમાં સાઉથ આફ્રિકાને પછાડી નંબર 1 પર આવી ગઈ છે. વેસ્ટઈંડીઝે બે પોઈન્ટ મેળવી લીધા છે અને તેની રનરેટ ગ્રુપમાં સૌથી શાનદાર છે. વેસ્ટઈંડીઝની રનરેટ +5.350 છે. બીજા નંબર પર સાઉથ આફ્રિકાની ટીમ છે, તેમને પણ બે પોઈન્ટ છે. સાઉથ આફ્રિકાની રનરેટ +3.800 છે. વળી ભારતીય ટીમ ત્રીજા નંબરે છે. સાઉથ આફ્રિકા સામે મળેલી હારે ભારતની નેટ રનરેટને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. ભારતની રનરેટ -3.800 છે. જેનું પોઈન્ટ ટેબલમાં ખાતું પણ નથી ખુલ્યું. ઝિમ્બાબ્વેની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી પાછળ છે. તેનું ખાતું પણ નથી ખુલ્યું અને રનરેટ પણ સારી છે. ઝિમ્બાબ્વેની રનરેટ -5.350 છે. આવો હવે ભારતના સેમીફાઈનલના તમામ સમીકરણો જાણીએ.

ભારતને સેમીફાઈનલમાં પહોંચવા માટે હવે શું શું કરવું પડશે?

ભારતની બાકી બે સુપર-8 મેચ ઝિમ્બાબ્વે અને વેસ્ટઈંડીઝ સામે છે. એક સમીકરણ એવું છે કે ભારતને હવે બંને મેચો મોટા અંતરથી જીતવી પડશે. આવું થશે તો ભારતના ચાર પોઈન્ટ થઈ જશે. જો કે તેમને એ પણ ધ્યાન રાખવું પડશે કે ટીમની રનરેટ વેસ્ટઈંડીઝથી સારી રહે. બીજી તરફ સાઉથ આફ્રિકા પોતાની બાકી બંને મેચ જીતી લે છે, તો તેના પોઈન્ટ થાય છે 6. આવા સમયે વેસ્ટઈંડીઝ બંને મેચ જીતી જશે અને તેને ભારતની બરાબર ચાર પોઈન્ટ રહેશે. પણ સારી રનરેટ સાથે ટીમ ઇન્ડિયા ટોપ-2માં રહેતા સેમીફાઈનલમાં પહોંચી જશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *