રાવણની વેશભૂષા ધારણ કરીને કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણિયાએ વિરોધ પ્રદર્શન કર્યું. જામનગર મહાનગરપાલિકા દ્વારા પોતાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ન અપાતી હોવાનો આરોપ લગાવ્યો. રચના નંદાણિયાએ આરોપ લગાવ્યો કે શહેરમાં વિકાસના બણગા ફૂંકવામાં આવે છે પરંતુ હકીકતમાં જનતા પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહી છે. તેમણે કહ્યું કે ખરેખર અહીં રામરાજ્ય નહીં પણ રાવણ રાજ છે. આ વિરોધમાં રાવણના દસના બદલે નવ માથા જોઈને પણ ઘણા આશ્ચર્યમાં મૂકાયા હતા.
Source link
