પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે ક્રૂડ ઓઈલ જહાજોમાંથી આવે છે, તે 100 લીટર ઓઈલમાંથી આખરે કેટલો ગેસ નીકળે છે? અને શું ખાલી ઓઈલ આવવાથી ગેસની સમસ્યા હલ થઈ જશે?
જ્યારે રિફાઇનરીમાં 100 લીટર ક્રૂડ ઓઈલ પ્રોસેસ થાય છે, તો તેનાથી ખાલી પેટ્રોલ જ નહીં પણ પ્રોડક્ટની આખી લિસ્ટ તૈયાર થાય છે. PPAC (પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ)ના આંકડા મુજબ, સરેરાશ આ વસ્તુઓ નીકળે છે.
| પ્રોડક્ટ | લગભગ માત્રા |
| પેટ્રોલ | 45 – 50 લીટર |
| ડીઝલ | 25 – 30 લીટર |
| LPG (રસોઈ ગેસ) | ખાલી 2 – 4 લીટર |
| જેટ ફ્યૂલ (હવાઈ જહાજનું ઈંધણ) | 8 – 10 લીટર |
| બિટુમેન/ડામર (રોડવાળો) | 3 – 5 લીટર |
| અન્ય (પ્લાસ્ટિક, પેટ્રોકેમિકલ્સ) | 10 – 15 લીટર |
ખાસ વાત: તમે જોઈ શકો છો કે 100 લીટર ઓઈલમાંથી ગેસ ખાલી 2-4 લીટર જ બને છે. આ જ કારણ છે કે ભારતને પોતાના ગેસની જરૂરિયાત પૂરી કરવા માટે ક્રૂડ ઓઈલ જ નહીં, પણ અલગથી LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) પણ મગાવવો પડે છે. હાલમાં ગેસની સમસ્યા એટલા માટે છે, કેમ કે ખાડી દેશો જેમ કે કતારથી આવતા ગેસના ટેન્કર રસ્તામાં અટવાયેલા છે.
માની લો કે રશિયાથી આવેલું ક્રૂડ ઓઈલનું જહાજ જામનગર અને વડીનાર પોર્ટ પર પહોંચી ગયું, ત્યાંથી આપના ઘર નજીકવાળા પેટ્રોલ પંપ સુધી પહોંચવામાં 5થી 15 દિવસનો સમય લાગી શકે છે.
ઉતારવું અને મોકલવું: સૌથી પહેલા ઓઈલને જહાજથી ઉતારી પાઇપલાઇન દ્વારા રિફાઇનરીમાં મોકલવામાં આવે છે, તેમાં 1-2 દિવસનો સમય લાગે છે.
ભઠ્ઠીમાં ગરમ કરવું: રિફાઇનરીમાં આ મોટા ટાવરોમાં ખૂબ જ ઊંચી ફ્લેમ પર ગરમ કરવામાં આવે છે. અલગ અલગ તાપમાન પર અલગ અલગ વસ્તુઓ નીકળે છે. જેમ કે હળવો ગેસ સૌથી ઉપર અને ભારે ડામર સૌથી નીચે. આ કામ 12થી 24 કલાકમાં થઈ જાય છે.
ચેકિંગ અને સપ્લાય: તેલ તૈયાર થયા બાદ તેની ક્વોલિટી તપાસવામાં આવે છે. પછી રેલગાડી અથવા ટેન્કર દ્વારા તેને ડેપોમાં મોકલવામાં આવે છે. આ સપ્લાય ચેનમાં જ સૌથી વધારે સમય લાગી જાય છે.
ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ છતાં ભારત સરકારનું વલણ સ્પષ્ટ છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા અને પ્રેસ કોન્ફરન્સમાં વારંવાર કહ્યું છે કે “ભારત પાસે પોતાની ઊર્જા સુરક્ષા માટે પર્યાપ્ત વ્યવસ્થા છે. સપ્લાય ચેનમાં થોડા ફેરફાર થયા છે, પણ ઈંધણની કોઈ કમી નહીં થવા દઈએ.”
ભારત સરકારના ISPRL (Indian Strategic Petroleum Reserves Restricted) અનુસાર, આપણી પાસે વિશાખાપટ્ટનમ અને કર્ણાટક જેવી જગ્યા પર જમીનની નીચે બનેલી ગુફાઓમાં એટલું ઓઈલ જમા છે કે જો આખી દુનિયાની સપ્લાય ચેન કપાઈ જાય તો પણ આપણે 6થી 8 અઠવાડિયા સુધી ઓઈલ ચલાવી શકીએ છીએ.
યુદ્ધના આ સમયમાં રશિયા આપણો સૌથી મોટો સહારો બનેલો છે. હાલના શિપિંગ ડેટા દેખાડે છે કે રશિયાથી આપણને દરરોજ લગભગ 15 લાખ બેરલ ઓઈલ મળી રહ્યું છે. આ ઉપરાંત આપણને અમેરિકા, બ્રાઝિલથી પણ ઓઈલ મળી રહ્યું છે, જેથી એક જ રસ્તો એટલે કે સ્ટ્રેટ ઓપ હોર્મુઝ પર નિર્ભર ન રહેવું પડે. કુલ મળીને સરકાર કહી રહી છે કે પેટ્રોલ-ડીઝલની ચિંતા હાલમાં ન કરો, સરકાર અને ઓઈલ કંપનીઓ રાત-દિવસ કામ કરી રહી છે, જેથી આપની ગાડીના પૈડા અને ઘરનો ચૂલો બંને ચાલતા રહે.
