જવાનીનો જોશ: જન્મદિનની ઉજવણી, સ્પોટ્સ બાઈક ને મળ્યું બે કિશોરોને મોત! સુરત અકસ્માતનો હચમચાવતો વીડિયો

જવાનીનો જોશ: જન્મદિનની ઉજવણી, સ્પોટ્સ બાઈક ને મળ્યું બે કિશોરોને મોત! સુરત અકસ્માતનો હચમચાવતો વીડિયો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

સુરતના ભીમપોરમાં કિશોરોએ બેફામ સ્પીડે બાઈક ચલાવી અકસ્માત સર્જતા ધોરણ 9ના તુષાલ અને પરેશનું મોત થયા છે. જે જન્મદિવસની ઉજવણી કરી ઘરે પરત ફરતા સમયે સર્જાયેલી આ અકસ્માતની ઘટનાના LIVE દ્રશ્યો વાયરલ હાલ સામે આવ્યા છે, ત્યારે આ કિસ્સો વાલીઓ માટે લાલબત્તી સમાન સાબિત થઈ રહ્યો છે.

News18
News18

સુરત: જવાની જોશમાં નબીરા બનેલા કિશોરોએ પૂરપાટ ઝડપે સ્પોર્ટ્સ બાઈક ચલાવી અકસ્માત સર્જતા બે કિશોરોએ પ્રાણપંખેરું ગુમાવ્યું હોવાની હચમચાવતી અને હાલ સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી રહી છે. વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટનાએ પોતાના વાહનની ચાવી આપતા પહેલા સો વખત વિચારવા જેવી સ્થિતિ સર્જી છે. કારણ કે ભીમપોર પાસે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતના હાલ LIVE દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, જે કોઈપણનું કાળજું કંપાવી દે તેવા છે.

વિગતે વાત કરીએ તો, સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગત 28મી ફેબ્રુઆરીને શનિવારે રાતના સમયે કેટલાક કિશોર વયના મિત્રો એકઠા થયા હતા. આશરે 9થી 10 જેટલા કિશોરોએ મળીને એક મિત્રના જન્મદિવસની ઉજવણી કરી હતી. જે અંગેના વાયરલ વીડિયોમાં આ કિશોરો સ્પોર્ટ્સ બાઈક પર કેક મૂકીને કેક કાપતા પણ નજરે પડે છે અને બાદમાં સ્પોર્ટ્સ બાઈક પર ટ્રીપલ સવારી ત્યાંથી નીકળતા જોવા મળે છે.

જન્મદિવસની ઉજવણી પૂરી કરીને પરત ફરી રહેલા ત્રણ મિત્રો એક જ સ્પોર્ટ્સ બાઈક પર સવાર થયા હતા. ત્યારે જવાનીના જોશમાં આવેલા આ કિશોરોએ ઝડપની મજા લેવાના ચક્કરમાં સુરતના ભીમપોર વિસ્તારમાં રસ્તા પર બેફામ સ્પીડે સ્પોર્ટ્સ બાઈક દોડાવી હતી. રસ્તા પર સ્કૂટી, રિક્ષા, બાઈક જે પણ વાહન આવે તેને એકદમ નજીકથી સ્પીડ કાપીને આ 2-3 મિનિટ સુધી આ રીતે ભયાનક સ્પીડે બાઈક હંકાવી હતી. જે દરમિયાન બાઈક અચાનક બેકાબૂ બનતા આગળ જતા સ્લિપ થઈને સીધી રોડની સાઈડમાં આવેલી દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર ત્રણેય મિત્રો હવામાં ફંગોળાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા ધોરણ 9માં ભણતા તુષાલ અને પરેશ નામના બે સગીર મિત્રોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન બંને મિત્રોએ દમ તોડ્યો હતો. શનિવારે સર્જાયેલા આ અકસ્માતમાં એક કિશોરનું મોત શનિવારે જ થયું હતું, જ્યારે બીજા મિત્રનું આજે મંગળવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

હાલ આ સમગ્ર ઘટનાના કિશોરોએ ફોનમાં જ રેકોર્ડ કરેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, કઈ રીતે નાની ઉંમરના બાળકો જોખમી રીતે બાઈક ચલાવી રહ્યા હતા. 9-10 કિશોરોએ જન્મદિવસની ઉજવણી કર્યા બાદ સ્પોર્ટ્સ બાઈક ત્રણ કિશોરોએ સવારી કરી હતી અને જોશમાં ને જોશમાં બેફામ સ્પીડે બાઈક ચલાવી સતત 2-3 મિનિટ સુધી બેફામ સ્પીડે હંકાવી આખો રોડ બાનમાં લીધો હતો.

ધોરણ 9માં ભણતા બે તેજસ્વી વિદ્યાર્થીઓના અકાળે અવસાનથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પરંતુ, આવી સ્થિતિ વચ્ચે સવાલ એ પણ ઊભો થાય છે કે શું આ મોત માટે માત્ર એ કિશોરો જવાબદાર છે? કે પછી એ વાલીઓ અને તંત્ર પણ એટલું જ જવાબદાર છે કે જે સગીરોને બેફામ વાહન ચલાવતા અટકાવી શકતા નથી? જેથી વાલીઓ માટે લાલબત્તી સમાન આ અકસ્માતનો ભયાનક વીડિયો વાયરલ થતા પોલીસ આ મામલે કાર્યવાહી કરશે કે નહીં તે અંગે પણ સવાલો ઊભા થયા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *