જમ્મુ કાશ્મીરમાં હાઈ એલર્ટ: કિશોર સુધાર ગૃહમાંથી 2 પાકિસ્તાની નાગરિકો ભાગ્યા, પોલીસ પર હુમલો કર્યો

જમ્મુ કાશ્મીરમાં હાઈ એલર્ટ: કિશોર સુધાર ગૃહમાંથી 2 પાકિસ્તાની નાગરિકો ભાગ્યા, પોલીસ પર હુમલો કર્યો

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

આ ઘટના સોમવાર સાંજના લગભગ 5.30 વાગ્યે થઈ છે. જાણકારી અનુસાર, સુધાર ગૃહમાં બંધ ત્રણ કેદીઓએ સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ પર અચાનક હુમલો કરી દીધો.

News18
News18

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના આર.એસ. પૂરામાં આવેલા કિશોર સુધાર ગૃહમાંથી બે પાકિસ્તાની નાગરિક અને એક સ્થાનિક યુવક સુરક્ષા ઘેરાવ તોડીને ભાગી ગયા છે. ભાગતા પહેલા આ કેદીઓએ ડ્યૂટી પર તૈનાત પોલીસકર્મીઓ પર હુમલો કર્યો અને તેમને ગંભીર રીતે ઘાયલ કરી ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

કેવી રીતે થઈ આ ઘટના

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના સોમવાર સાંજના લગભગ 5.30 વાગ્યે થઈ છે. જાણકારી અનુસાર, સુધાર ગૃહમાં બંધ ત્રણ કેદીઓએ સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ પર અચાનક હુમલો કરી દીધો. આ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. જેમની ઓળખ SPO વિનય કુમાર અને હેડ કોન્સ્ટેબલ પ્રવીણ કુમાર તરીકે થઈ છે. પોલીસકર્મીઓને ઘાયલ કર્યા બાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા.

ફરાર આરોપીઓની ઓળખ

ફરાર થયેલા ત્રણેય આરોપીઓમાંથી બે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહેવાસી હતા

  • અહસાન અનવર: પુત્ર મોહમ્મદ અનવર, રહેવાસી-નનકાના સાહિબ, પંજાબ (પાકિસ્તાન)
  • મોહમ્મદ સનઉલ્લાહ: પુત્ર મોહમ્મદ જફર, રહેવાસી-બસ્તી જાવેવાલા, મુઝફ્ફરાબાદ, પંજાબ (પાકિસ્તાન)
  • કરણજીત સિંહ ઉર્ફ ગુગ્ગા: પુત્ર અર્જૂન સિંહ, રહેવાસી દલેહર, આર.એસ. પુરા (સ્થાનિક રહેવાસી)

સમગ્ર વિસ્તારમાં નાકાબંધી અને હાઈ એલર્ટ

પાકિસ્તાની નાગરિકો ફરાર થવાના સમાચાર મળતા જ જમ્મુ પોલીસ અને સુરક્ષા એજન્સીઓના કાન ખડા થઈ ગયા છે. જમ્મુ અને આજુબાજુના સરહદી જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી દીધી છે અને વાહનોની સઘન તલાશી થઈ રહી છે. વિશેષ ટીમ બનાવી સંભવિત ઠેકાણા પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેથી સરહદ પર ભાગતા પહેલા તેમને પકડી શકાય.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *