બેટ દ્વારકાના બાલાપર ગામમાં સવાસો વર્ષ જૂના હનુમાનજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો. તાજેતરમાં થયેલી ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન બાવળના જંગલમાંથી એક પૌરાણિક મંદિર ખંડેર હાલતમાં મળી આવ્યું હતું. સ્થાનિકોની પૂછપરછ દરમિયાન આ મંદિર 100થી 125 વર્ષ જૂનું હોવાનું અને નેપાળી શૈલીનું હનુમાનજીનું મંદિર હોવાનું જાણવા મળ્યું હતું. જોકે 40થી 50 વર્ષ પહેલા મંદિરની ડેમોગ્રાફિક પરિસ્થિતિ બદલાઈ હતી. મંદિરની આસપાસ અસામાજિક તત્વોની ગતિવિધિના કારણે દર્શનાર્થીઓ આવતા જ નહોતા. મંદિરની પવિત્રતાને ધ્યાનમાં રાખી ત્યાંના ભાવિકોએ મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિને અન્ય સ્થળે સ્થળાંતર કરી દીધી હતી. મેગા ડિમોલિશન દરમિયાન સામે આવેલા આ મંદિરનો જિલ્લા પોલીસે પુનઃ જીર્ણોદ્ધાર કરાવ્યો. હનુમાન જયંતીના શુભ દિવસે મંદિરમાં હનુમાનજીની મૂર્તિને ધાર્મિક વિધિ સાથે પુનઃ સ્થાપિત કરાઈ. આ મંદિરનું નામ ‘બાલા હનુમાન’ રાખવામાં આવ્યું છે.
Source link
